કોરોનાના કારણે લગ્ન રદ થશે તો રૂપિયા 10 લાખ સુધીનું વળતર…!

કોરોનાના કારણે લગ્ન રદ થશે તો રૂપિયા 10 લાખ સુધીનું વળતર...!
કોરોનાના કારણે લગ્ન રદ થશે તો રૂપિયા 10 લાખ સુધીનું વળતર...!
દિલ્હીમાં કોરોનાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જે અંતર્ગત રાજધાનીમાં પણ નિયંત્રણો લાદવામાં આવ્યા છે. કોરોનાવાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસ વિશ્વભરમાં ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં પણ ઓમિક્રોનના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

નિષ્ણાતોનું કહેવું છે કે ઓમિક્રોનની વધતી ઝડપને કારણે દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર આવી શકે છે. રોગચાળાની ત્રીજી લહેરના ખતરાને જોતા કેન્દ્ર સરકાર તેમજ રાજય સરકારોએ કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.

 દિલ્હી સરકારે કહ્યું છે કે હવે દિલ્હીમાં યોજાનાર લગ્ન સમારોહમાં વધુમાં વધુ ૨૦ લોકો ભાગ લઈ શકશે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ કોરોનના કેસ વધી રહ્યા છે ત્યારે નિયંત્રણોના ભય વચ્ચે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લગ્ન બુક કરાવનારાઓમાં ચિંતા વધી છે.

અગાઉ લગ્ન પ્રસંગ અંગેના નિયંત્રણોના કારણે ઘણા લોકોએ તેમના લગ્ન રદ કર્યા હતા. ત્રીજી લહેરની દસ્તક વચ્ચે આ વખતે પણ ઘણા લગ્નો રદ થઈ શકે છે. બેન્કવેટ હોલ, મેરેજ હોલ,

ફાર્મ હાઉસ વગેરે માટેનું બુકિંગ લાખોમાં થાયછે તેથી ઘણી પાર્ટીઓ રિફંડ આપવાનો ઇનકાર કરે છે અથવા બુકિંગ કેન્સલ થાય ત્યારે ખૂબ જ ઓછું રિફંડ કરે છે. ઉલ્લેખનીય છે કે દેશની તમામ વીમા કંપનીઓ આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે લગ્નનો વીમો વેચે છે.

દેશની ઘણી વીમા કંપનીઓ તમારા લગ્નનો વીમો પણ ઉતારે છે. લગ્ન વીમાનો ઉદ્દેશ્ય તમારા લગ્ન રદ થાય ત્યારથી લઈને તમારા દ્યરેણાં ચોરાઈ જાય ત્યાં સુધી અને લગ્ન પછી અચાનક અકસ્માતના કિસ્સામાં તમને નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે.

જો તમે તમારા લગ્નનો વીમો કરાવ્યો હોય તો લગ્ન પર થતા ખર્ચનો બોજ ચોક્કસપણે ઓછો થશે. કેટલીક વીમા કંપનીઓ લગ્ન માટે અગાઉથી પેકેજ તૈયાર કરે છે પરંતુ કેટલીક કંપનીઓ જરૂરિયાત મુજબ પેકેજ પણ ઓફર કરે છે.

વેડિંગ ઈન્સ્યોરન્સની વીમા રકમ તમે કેટલો વીમો લીધો છે તેના પરથી નક્કી થાય છે. ખાતરી  કરો કે લગ્નની તારીખ બદલાઈ જાય તો પણ તમે દાવો કરી શકો છો. પ્રીમિયમ તમારી વીમાની રકમના માત્ર ૦.૭% થી ૨%છે.

ધારો કે જો તમે રૂ ૧૦ લાખનો લગ્ન વીમો કરાવ્યો હોય તો તમારે રૂ. ૭,૫૦૦ થી ૧૫,૦૦૦ નું પ્રીમિયમ ચૂકવવું પડશે. જો તમારી પાસે પહેલેથી જ વીમા કવચ છે, તો પહેલા જાણો કે તમને કયા સંજોગોમાં કવચ મળશે. ખાતરી કરો કે પ્રાથમિક પોલિસી કવચમાં લગ્ન સમારોહ રદ કરવાનો સમાવેશ થાય છે.

Read About Weather here

તમે આગ કે ચોરી જેવા કોઈપણ પ્રકારના અકસ્માત માટે અલગ પોલિસી પણ લઈ શકો છો.તમારે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે જયારે તમે વીમો લો છો ત્યારે તમારે પોલિસીમાં શું આવરી લેવામાં આવ્યું છે તે જાણવા માટે તેને સારી રીતે સમજવાની જરૂર છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here