મેષ
(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)
સમય થોડો મુશ્કેલીભર્યો રહેશે. કોઈ અનુભવી વ્યક્તિની મદદથી રસ્તાઓ પણ સરળ થઈ જશે. સરકારી કાર્યોમાં પણ સફળતા મળશે. ઘરનું વાતાવરણ સુકૂનભર્યું રહેશે.તમારી ભાવનાઓને કાબૂમાં રાખો. વધારે ભાવુકતાના કારણે તમે તમારું જ નુકસાન કરી શકો છો. લોકોની વાતો ઉપર ધ્યાન ન આપીને પોતાના કાર્યોમાં વ્યસ્ત રહોવ્યવસાયમાં સારા ઓર્ડર મળી શકે છે.લગ્નસંબંધોમાં તણાવપૂર્ણ સ્થિતિ રહેશે.સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.
Visit Saurashtra Kranti Homepage here
વૃષભ
(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)
સમય અનુકૂળ છે. આ સમયે રોકાણ જેવી આર્થિક ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. લાંબા સમયથી ચાલતી ચિંતાથી રાહત મળી શકે છે. ઘરમાં નજીકના સંબંધોનું આગમન થશે.વિદ્યાર્થીઓને અભ્યાસને લગતી થોડી મુશ્કેલીઓ રહેશે. યુવાઓ પોતાના મિત્રોની વાતોમાં આવીને લક્ષ્યથી ભટકે નહીં. કોઈ કામને મજબૂરીમાં કરવું પડી શકે છે. કામકાજમાં સ્ટાફ અને સહયોગીઓનું યોગ્ય યોગદાન રહેશે.ઘર તથા વેપારમાં યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે.કામકાજ વધારે રહેવાના કારણે માનસિક અને શારીરિક થાક રહેશે.
મિથુન
(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)
દરેક કામને સમજી-વિચારીને કરવું તમને સફળતા આપશે. કોઈ મિત્રની મદદથી ગુંચવાયેલાં કાર્યો ઉકેલાઈ જશે. માનસિક રીતે પણ તમે વધારે સુકૂન અનુભવ કરશોદિવસની શરૂઆતમાં થોડી તણાવપૂર્ણ સ્થિતિ બની શકે છે. આ કારણે સંબંધોમાં પણ ખટાસ આવે તેવી શક્યતા છે. આ વાતનું પણ ધ્યાન રાખો કે જે કોઈ કાર્યને ખૂબ જ સહજ અને સરળ સમજી રહ્યા હતાં, તે ખૂબ જ અઘરું રહેશે.વ્યવસાયિક ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે થોડું સ્વાર્થીપણું પણ રાખવુંપારિવારિક સભ્ય તમારી ભાવનાઓને સમજશે તથા સહયોગ કરશે.આ સમય માનસિક અને શારીરિક થાક આપશે
કર્ક
(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)
કોઈ નજીકના સંબંધીને ત્યાં સમારોહમાં જવાની તક મળશે. નજીકના સંબંધીઓને મળીને થોડી મહત્ત્વપૂર્ણ જાણકારીઓ પણ પ્રાપ્ત થશે. સમય સફળતાદાયક રહેશે.કોઈપણ નવી યોજના ઉપર કોઈ નિર્ણય લેતા પહેલાં તેના અંગે યોગ્ય ચર્ચા-વિચારણાં કરી લો. યુવાઓ તથા વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્યને લગતી યોજનાને લઈને બેદરકારી ન કરવીવેપારમાં આકરી મહેનત અને પરિશ્રમની જરૂરિયાત છે. પતિ-પત્ની વચ્ચે વિવાદની સ્થિતિ રહેશે.કામકાજ વધારે રહેવાથી સ્વાસ્થ્ય પ્રભાવિત થશે.
સિંહ
(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)
ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે તમારી વિચારધારામાં પોઝિટિવ પરિવર્તન આવશે. તમારું કોઈ મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઈ જશે. વિદ્યાર્થીઓને પણ ઇન્ટરવ્યૂ અને કરિયરને લગતી પરીક્ષામાં સફળતા મળવાની શક્યતા છે.બાળકોની સમસ્યાઓને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો. તેમના ઉપર ગુસ્સો કરવાથી તેમની અંદર હીનતાની ભાવના ઊભી થઈ શકે છે. કોઈ પણ કાર્યને કરતા પહેલાં તેના સારા-ખરાબ સ્તર અંગે વિચાર કરોવેપારને લગતી આજે કોઈપણ નવી કાર્યવાહી ન કરોપતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.અપચા અને ભૂખ ન લાગવાની પરેશાની રહેશે.
કન્યા
(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)
તમારી કોઈ પરેશાનીના નિવારણમાં પરિવારના લોકોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે. ઘરમાં ધાર્મિક આયોજનને લગતી યોજના પણ બનશે. તમારી છેલ્લી ભૂલોથી બોધપાઠ લઈને તમે તમારી કાર્યપ્રણાલીને વધારે સારી બનાવી શકશો.કોઈ નજીકના સંબંધીઓ સાથે રૂપિયા-પૈસાના મામલે થોડી ગેરસમજ ઊભી થઈ શકે. ઉતાવળમાં કોઈપણ નિર્ણય લેશો નહીં. તમારા ઉપર કામનો વધારે ભાર લેશો નહીં. વ્યવસાયિક કાર્યો માટે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે.પરિવાર સાથે મનોરંજનમાં સુખમય સમય પસાર થશે.સ્વાસ્થ્ય ઠીક રહેશે.
તુલા
(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)
ઘરની દેખરેખ અને રિનોવેશનને લગતી યોજનાઓને બનાવવામાં સમય પસાર થશે. કોઈ ખાસ કાર્યને પૂર્ણ કરવામાં તમારી મહેનત સફળ રહેશે. ભાગ્યની જગ્યાએ તમારા કર્મ ઉપર વધારે વિશ્વાસ કરો.કોઈ પાડોસી સાથે વ્યક્તિગત મામલાને લઈને વિવાદની સ્થિતિ બની શકે છે. તમારી વાણી અને ગુસ્સા ઉપર કાબૂ રાથો. યુવાઓ ખોટી ગતિવિધિઓમાં ધ્યાન ન આપે.આ સમયે વેપારને લગતું કોઈપણ કાર્ય કરતી સમયે વધારે સાવધાની જાળવવી.તમારી યોજનાઓ અને કાર્યપ્રણાલીને જીવનસાથી તથા પરિવારના લોકોને જણાવો.સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
વૃશ્ચિક
(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)
કોઈપણ કાર્યને કરતા પહેલાં તેને લગતી બધી જાણકારીઓ પ્રાપ્ત કરી લો. તેનાથી ચોક્કસ લાભદાયી પરિણામ પ્રાપ્ત થશે. અનુભવી વ્યક્તિઓની સલાહ અને માર્ગદર્શન ઉપર પણ ધ્યાન આપવું.કોઈપણ પ્રકારની ઉધારી કે લોન લેતી સમયે પેપર વર્કને ખૂબ જ ધ્યાનથી કરો. ભાઈઓ સાથે સંબંધને મજબૂત જાળવી રાખવામાં તમારી ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે.વ્યવસાયિક કાર્ય પ્રણાલીમાં વર્તમાન પરિસ્થિતિઓના કારણે થોડા ફેરફારની જરૂરિયાત રહેશે.પરિવારમાં સુખમય વાતાવરણ રહેશે.અસંતુલિત દિનચર્યાના કારણે સિઝનલ બીમારીઓ હાવી રહેશે.
ધન
(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)
થોડો સમય તમારા રસના અને મનગમતા કાર્યોમાં સમય પસાર કરો. તેનાથી તમારી દિનચર્યામાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો અને અધ્યાત્મ સાથે જોડાયેલાં વિષયોમાં તમારો ખાસ રસ રહેશે.બપોર પછી ગ્રહ સ્થિતિ થોડા વિઘ્ન ઊભા કરી શકે છે. એટલે દિવસની શરૂઆતમાં જ તમારા મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ કરી લો. અચાનક જ ઘરમા મહેમાનોની અવર-જવરની સ્થિતિ વધી શકે છે.કાર્યક્ષેત્રમાં મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે.ઘર તથા વેપારમાં સંતુલન જાળવી રાખવાથી સુખદ વાતાવરણ રહેશે.સ્વાસ્થ્ય ઠીક રહેશે.
મકર
(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)
સામાજિક કે સોસાયટીને લગતી મીટિંગમાં તમારું ખાસ યોગદાન રહેશે. તમારા દ્વારા રાખવામાં આવેલ પક્ષને પ્રોત્સાહન મળશે. કોઈ નવી જાણકારી શીખવામાં પણ સમય પસાર થશે.આ સમયે તમારા વ્યક્તિગત કાર્યોમાં કોઈપણ પ્રકારનું રિસ્ક લેવાનું ટાળો. કેમ કે તમારું નુકસાન થઈ શકે છે અને તેનો નકારાત્મક પ્રભાવ તમારી કાર્યક્ષમતા ઉપર પડી શકે છે.કાર્યસ્થળે તમે તમારી જવાબદારીને યોગ્ય રીતે નિભાવશો.દિવસભર ભાગદોડના કારણે તમે પરિવાર સાથે મનોરંજનમાં સમય પસાર કરશો.સ્વાસ્થ્ય ઠીક રહેશે.
કુંભ
(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)
કોઈ અનુભવી કે રાજનૈતિક વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે તથા કોઈ પારિવારિક મામલાઓ પણ ઉકેલાઈ જશે. રોકાણને લગતી યોજનાઓ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત થશે. પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે.તમારા થોડા નજીકના મિત્ર કે સંબંધી જ તમને નુકસાન પહોંચાડી શકે છે. જેના કારણે તમારા આત્મબળમાં ઘટાડો આવી શકે છે. આ સમયે કોઈપણ પ્રકારનું રોકાણ કરવું નુકસાનદાયી રહેશે.વેપારમા નવી-નવી સફળતા સામે આવી શકે છે.લગ્નજીવનમા મધુરતા રહેશે.સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
Read About Weather here
મીન
(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)
કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી તમને હાર્દિક સુખ આપશે અને એકબીજા સાથે સંબંધને ગાઢ બનાવશે. અધ્યાત્મને જાળવામાં તમારો રસ રહેશે. આજે સામાજિક કાર્યોમાં તમે વ્યસ્ત રહેશો.જો પ્રોપર્ટીને લગતી કોઈ કાર્યવાહી ચાલી રહી છે તો તેમાં થોડું મોડું થવાની શક્યતા છે. ધૈર્ય અને સંયમ સાથે કોશિશ કરશો તો જલ્દી જ સફળતા મળી શકે છે.આ સમયે કોઈપણ પ્રકારની યાત્રાને ટાળો તો સારું રહેશે.પરિવારમાં સુખમય વાતાવરણ રહેશે.સ્વાસ્થ્ય સારું રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here