પ્રેમીપંખીડાં રજા માણવા ઉપડી ગયાં…!

પ્રેમીપંખીડાં રજા માણવા ઉપડી ગયાં...!
પ્રેમીપંખીડાં રજા માણવા ઉપડી ગયાં...!

કિઆરા એક કારમાંથી ઉતરી ત્યારે ત્યાં હાજર પ્રેસ ફોટોગ્રાફરોએ એને કેમેરામાં ઝડપી લીધી હતી. બોલીવુડ કલાકારો – કિઆરા અડવાની અને સિદ્ઘાર્થ મલ્હોત્રા વાસ્તવિક જીવનમાં એકબીજાંનાં ગળાડૂબ પ્રેમમાં હોવાનું અને ડેટિંગ કરતાં હોવાનું મનાય છે.

Visit Saurashtra Kranti Homepage here

આ બંને કલાકાર નવા વર્ષના આગમન પૂર્વે રજા માણવા કયાંક રવાના થઈ ગયાં છે. બંને જણ  મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યાં હતાં. કિઆરાએ શોર્ટ હુડી ડ્રેસ પહેર્યો હતો. એ ગુલાબી અને ગ્રે ચેકર્ડ ડ્રેસમાં સજ્જ હતી, એનાં હાથમાં ગ્રે રંગની મોટી શોપિંગ બેગ હતી,

આંખો પર સનગ્લાસીસ પહેર્યાં હતાં અને પગમાં વ્હાઈટ બૂટ્સ પહેર્યાં હતાં. એરપોર્ટ પર તે આગમન પ્રવેશદ્વાર પાસે ઊભી રહી ગઈ હતી. એટલામાં જ સિદ્ઘાર્થ આવી પહોંચ્યો હતો અને એની સાથે જોડાઈ ગયો હતો.

Read About Weather here

બંને જણ બાદમાં એરપોર્ટની અંદર જતાં રહ્યાં હતા. કિઆરા અને સિદ્ઘાર્થ હાલમાં જ ‘શેરશાહ’ફિલ્મમાં સાથે જોવા મળ્યાં હતાં સિદ્ઘાર્થ ઓલિવ ગ્રીન જેકેટ અને બ્લેક પેન્ટમાં સજ્જ હતો. એની પાસે કાળા રંગની બેગપેક હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here