રાજકોટની જુડો ટીમના 3 ખેલાડીના મોત…!

રાજકોટની જુડો ટીમના 3 ખેલાડીના મોત...!
રાજકોટની જુડો ટીમના 3 ખેલાડીના મોત...!
અમદાવાદ હાઇવે ઉંપર બગોદરા-વટામણ નજીક અરણેજ ગામ પાસે આજે સવારે વાપીથી જુડો રમીને પરત ફરી રહેલી રાજકોટની ટીમને અકસ્માત નડતા ૩ ખેલાડીના મોત થયા છે. બગોદરા પાસે સર્જાયેલ અકસ્માતમાં ૩ ના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત તુફાન જીપ નજરે પડે છે. તથા ઘટના સ્થળે પોલીસની ગાડી નજરે પડે છે.જયારે ૧૦  વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને તથા ૩ શિક્ષકોને ઇજા થતા સારવાર માટે પ્રથમ બગોદરા અને ત્યાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડેલ છે.

જયાં ૬ ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.પ્રા માહીતી મુજબ રાજકોટની એવી જસાણી, એસ.એન.કે. અને ધોળકીયા શાળાના વિદ્યાર્થીઓ વાપી જુડો રમવા માટે ગયા હતા. જયાંથી પરત ફરતી વખતે આજે સવારે તેની તુફાન જીપને અકસ્માત નડયો હતો.

આ અકસ્માતમાં વિશાલ મુકેશભાઇ ઝરીયા, હર્ષલ ભાર્ગવભાઇ પઢીયાર અને ઇશીતા ધોળકીયાના મોત નિપજયા છે. જયારે ૧૦ વિદ્યાર્થીઓ, ૩ શિક્ષકોને ગંભીર ઇજા થઇ છે. આ બનાવ અંગે બગોદરાના પીએસઆઇ એ.એન.જાની અને ટીમે તપાસ હાથ ધરી છે.

ત્યારે  મૃતક ના ડેડબોડીને પીએમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે અન્યતર તે ઇજાગ્રસ્તો છે તેમને સારવાર માટે અમદાવાદ ખાતે તાત્કાલિક ૧૦૮ મારફ્તે ખસેડવામાં આવ્યા છે ત્યારે આ મામલે આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે

અને રાજકોટના શિક્ષક અને વિદ્યાર્થીઓ ક્રિકેટ રમવા વાપી જતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે અકસ્માતના પગલે ત્રણ લોકોના મોત નિપજયા છે જેમની ડેડ બોડી તુફન કારમાંથી બહાર કાઢવામાં આવી છે.

આ બનાવની જાણ થતા રાજકોટથી શાળા સંચાલકો તથા વિદ્યાર્થીઓના વાલીઓ ઘટના સ્થળે દોડી ગયા છે. ઇજાગ્રસ્તોને તાબડતોબ સારવાર મળે તે માટે પ્રયાસો શરૂ કરવામાં

આ અકસ્માતમાં ઘટના સ્થળ ઉંપર ત્રણના મોત નીપજયા છે અને ૧૦ વ્યક્તિઓ ઘાયલ થયા છે જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્યારે તેઓને તાત્કાલીક સારવાર માટે પ્રથમ બગોદરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

Read About Weather here

ત્યાંથી વધુ સારવાર માટે તાત્કાલીક અસરે અમદાવાદ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here