સ્પાઇસજેટ અને ઇન્ડિગો એરલાઇનનો મોટો ધમાકો…!

પ્લેનની કોમ્યુનિકેશન સિસ્ટમ ફેલ થવાનું જોખમ...!
પ્લેનની કોમ્યુનિકેશન સિસ્ટમ ફેલ થવાનું જોખમ...!
ઇન્ડિગો એરલાઇને બધા ટેકસને સામેલ કરતાં ટિકિટનો મિનિમમ ફેર ૧૧૨૨ રુપિયા રાખ્યો છે. આ ઓફર ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે જ ઉપલબ્ધ છે. જે ૧૫ જાન્યુઆરીથી ૧૫ એપ્રિલની વચ્ચે હવાઇ સફર કરનારા મુસાફરોને માટે લાગુ થશે.

Visit Saurashtra Kranti Homepage here

થોડા દિવસ પહેલા સ્પાઇસજેટએ સસ્તામાં હવાઇ સફરની ઓફર બહાર પાડી હતી અને હવે ઇન્ડિગોએ એના મુસાફરો માટે ૫ દિવસનો યર એન્ડ સેલ ઓફર બહાર પાડી છે. આ સેલ ૨૭ થી ૩૧ ડિસેમ્બર સુધીનો છે. જે હેઠળ મુસાફર ૧૫૦દ્મક વધુ ફ્લાઇટ્સમાં સસ્તામાં સસ્તો સફરનો આનંદ માણી શકે છે.

જો પેસેન્જર ડિપાર્ચરથી ઓછામાં ઓછા ૩ દિવસ પહેલા કોઇ ફેરફાર કરવા ઇચ્છે તો એકવાર ફ્રી સર્વિસનો લાભ ઉઠાવી શકે છે.

હાલમાં સ્પાઇસજેટે પણ નવા વર્ષમાં માત્ર ૧૧૨૨ રુપિયામાં હવાઇ સફરની ઓફર જાહેર કરી હતી. સ્પાઇસજેટની WOW Winter Sale સોમવાર એટલે કે ૨૭ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી ચાલશે.

જે હેઠળ પેસેન્જર માત્ર ૧૧૨૨ રુપિયામાં ડોમેસ્ટિક ફ્લાઇટ સર્વિસની તક ઉઠાવી શકે છે. આ ઓફર ૧૫ જાન્યુઆરીથી ૧૫ એપ્રિલ માટે છે. સ્પાઇસજેટ ઓફર સાથે મુસાફરી પર ૫૦૦ રુપિયાનું ફ્રી ફ્લાઇટ વાઉચર પણ આપી રહી છે.

આ વાઉચરને ૧૫થી ૩૧ જાન્યુઆરી સુધી ડિસ્કાઉન્ટ કરાવી શકાશે. આ વાઉચર ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધીની મુસાફરી માટે વેલિડ ગણાશે. પરંતુ આ સ્કીમનો લાભ લેવા માટે ડિપાર્ચર ડેટથી ઓછામાં ઓછા ૧૫ દિવસ પહેલા બુકિંગ કરવાનું રહેશે.

Read About Weather here

ઓફર મુજબ આ સેલ ઓફર મુસાફરીની તારીખથી ઓછામાં ઓછા ૧૫ દિવસ પહેલા કરવામાં આવેલી બુકિંગ માટે માટે વેલિડ રહેશે. જેમાં મુસાફરીની તારીખમાં ફેરફાર પણ કરી શકાય છે. જે એકવાર માટે ફ્રી રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here