વાલીઓએ માર્યા સ્કુલને તાળા…!

વાલીઓએ માર્યા સ્કુલને તાળા...!
વાલીઓએ માર્યા સ્કુલને તાળા...!
શાળામાં એકપણ ઓરડો નથી જેથી વિદ્યાર્થીઓ ઝાડ નીચે બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. જેને લઇ આજે વાલીઓ એકત્ર થઈ શાળાને તાળાબંધી કરી હતી. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વડિયા ગામે પ્રાથમિક શાળામાં 168 જેવા બાળકો અભ્યાસ કરે છે. જેમાં 1થી 8 ધોરણમાં સાત શિક્ષકો છે.

Visit Saurashtra Kranti Homepage here

બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના વડિયા પ્રાથમિક શાળામાં આજે વાલીઓએ શાળાને તાળાબંધી કરી છે. 2015થી પ્રાથમિક શાળાના બંને રૂમો ડેમેજ થયેલા છે વાલીઓએ વારંવાર રજૂઆત કરવા છતાં સરકારે કોઈ નિર્ણય લીધો ન હોવાના કારણે 168 જેવા બાળકો ઝાડ નીચે ભણવા મજબૂર બન્યા હતા.

જોકે, આજે ગામના આગેવાનો તેમજ વાલીઓ એકત્ર થઈ શાળામાં ગેટ ઉપર તાળાબંધી કરી સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો, અને જ્યાં સુધી શાળાનું કામ ચાલુ થશે નહીં ત્યાં સુધી બાળકોને ભણવા મોકલીશ નહીં તેવી ચીમકી ઉચ્ચારી હતી.

આ અંગે સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે, વડિયા પ્રાથમિક શાળામાં તળાવબંધી કરવામાં આવી છે. તારીખ 11-3-2015થી વડિયા પ્રાથમિક શાળામાં બંને રૂમ ડેમેજ થયા છે

અને વારંવાર રજૂઆત કરવા છતાં સરકારે કોઈ નિર્ણય લીધો નથી. 168 જેવા બાળકો ભણે છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ નિર્ણય આવ્યો નથી. એટલે આજે શાળામાં અંદર તાળાબંધી કરવા આવી છે.

સ્થાનિક આગેવાનોએ વધુમાં જણાવ્યું કે, અમારે અહીં શાળામાં 168ની સંખ્યા છે અને 1થી 8 ધોરણ છે. બાળકો ખુલ્લામાં બેસીને ભણે છે, શાળાની અંદર સાત શિક્ષકો છે, શાળાનું કામ

Read About Weather here

ચાલુ થશે ત્યારે બાળકોને ભણવા મોકલીશું નહીંતર નહીં મોકલીએ હજુ સુધી શાળાનું કઇ થતું નથી. એટલે અમે છોકરાઓને ભણવા નહીં મોકલીએ. શાળામાં એક પણ રૂમ નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here