રાજકોટ: ફાયર વિભાગનો અધિકારી લાંચ લેતા ઝડપાયો

રાજકોટ: ફાયર વિભાગનો અધિકારી લાંચ લેતા ઝડપાયો
રાજકોટ: ફાયર વિભાગનો અધિકારી લાંચ લેતા ઝડપાયો

૪૦ હજારની લાંચ લેતા ફાયર અધિકારીને ACBએ છટકું ગોઠવી ઝડપી લીધો

આ કામના ફરીયાદીએ બે ટાવર બિલ્ડીંગોમાં ફાયર સેફટી ઇકવીપમેન્ટ લગાડવાનુ કામ રાખેલ હોય, જે કામ પૂર્ણ થયે ફાયર સેફટી વિભાગની એન.ઓ.સી.અર્થે રાજકોટ મહાનગરપાલીકા હેઠળના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વીસીસ વિભાગમા એન.ઓ.સી.મળવા અરજી કરેલ  હોય,

Visit Saurashtra Kranti Homepage here

જે અનુસંધાનેની એન.ઓ.સી.તૈયાર થઇ ગયેલ હોય, જે એન.ઓ.સી.ફરીયાદીને આપવાના અવેજ પેટે આ કામના આરોપી કિરીટ હરપાલભાઇ કોલી, સ્ટેશન ઓફીસર વર્ગ-૩,કનક રોડ ફાયર સ્ટેશન, રાજકોટ શહેર નાઓએ એક ટાવર બિલ્ડીંગની

ફાયર એન.ઓ.સી.આપવાના રૂ.રપ,૦૦૦ લેખે બન્ને ટાવર બિલ્ડીંગની ફાયર એન.ઓ.સી. આપવા માટે રૂા.૫૦,૦૦૦ ની લાંચની માંગણી કરેલ અને રકઝકના અંતે બન્ને ટાવરની ફાયર એન.ઓ.સી.આપવા માટે રૂા.૪૦,૦૦૦ ની લાંચની રકમની માંગણી કરી હતી.

જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ એસીબીએ લાંચના છટકાનું આયોજન કરતા આ કામના આરોપીએ

Read About Weather here

ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, ફરીયાદી પાસેથી રૂા.૪૦,૦૦૦ ની લાંચની માંગણી કરી રકમ લેતાની સાથે આરોપીને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here