કોરોના મહામારીનાં બોજથી પીડિત વિદ્યાર્થીઓનાં પુસ્તકોનો બોજ હળવો કરાશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

આવતા શૈક્ષણિક વર્ષથી શાળાકીય પાઠ્યપુસ્તકો ભારે ભરખમ નહીં હોય: રાષ્ટ્રીય શિક્ષણ સંશોધન અને ટ્રેનીંગ સંસ્થા એનસીઈઆરટી નો નિર્ણય
તમામ પાઠ્યપુસ્તકો હળવા બનાવવામાં આવશે, અભ્યાસ ક્રમ સુધારાશે

કોરોના જેવી મહામારી દેશઆખામાં ખળભળાટ મચાવી રહી છે ત્યારે કોરોનાએ સર્જેલી યાતના અને બોજથી પીડાતા વિદ્યાર્થીઓનો બોજો હળવો કરવા માટે અભ્યાસ ક્રમ સુધારી પાઠ્યપુસ્તકોનું વજન પણ હળવું કરવાનું નિર્ણય લેવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આગામી શૈક્ષણિક વર્ષ 2022-23 થી તમામ વર્ગોનાં શાળાકીય પાઠ્યપુસ્તકો હળવા કરાશે. એવું એનસીઈઆરટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. સુધારેલા સંકલિત નવા અભ્યાસ ક્રમો સાથેનાં હળવા પાઠ્યપુસ્તકો એપ્રિલ-2022 પહેલા તૈયાર કરી લેવાશે.

તેવું જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાને કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ સતત ખોરવાતો રહ્યો છે. જેના કારણે અભ્યાસ ક્રમનાં વિષયો સુધારી સંકલિત કરવામાં આવશે અને એ મુજબ પાઠ્યપુસ્તકો તૈયાર કરી તમામ વર્ગો માટે હલકા ફૂલકા નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવશે.

નિષ્ણાંતો એ દિશામાં કામે લાગી ગયા છે અને એમને સુચવેલા વિષયવાર નવા અભ્યાસ ક્રમ મુજબ પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવશે. કેન્દ્રીય સંસ્થાનાં નિયામક શ્રીધર શ્રીવાસ્તવે જણાવ્યું હતું

Read About Weather here

કે, તમામ જવાબદાર વિભાગોએ સમયસર સુધારેલા વિષય અને અભ્યાસ ક્રમને રજુ કરી દેવાના રહેશે. એ પછી પ્રકાશન વિભાગને તમામ સાહિત્ય મોકલવામાં આવશે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here