રાધનપુર- સામખીયાળી હાઈ-વે ની દુર્દશા કરનારા મોઢું છુપાવે છે?!

રાધનપુર- સામખીયાળી હાઈ-વે ની દુર્દશા કરનારા મોઢું છુપાવે છે?!
રાધનપુર- સામખીયાળી હાઈ-વે ની દુર્દશા કરનારા મોઢું છુપાવે છે?!

વેબસાઈટ પર મુકાતા અન્ય નંબર પર સંપર્ક કરીએ તો કાં તો બંધ હાલતમાં હોય અથવા તો કોઈ ઉપાડતું જ નથી: હાઈ-વે ઓથોરીટીનાં જવાબદાર અધિકારીઓનો કોઈ ક્યાં પ્રકારે સંપર્ક કરે?
મીડિયાની પ્રશ્ર્નોની ઝડીનો જવાબ આપવો ન પડે એ માટે પુરેપુરા કારસા: નેશનલ હાઈ-વે ઓથોરીટીની મોટાભાગની કચેરીઓનાં ફોન નંબર માત્ર શોભાના ગાંઠીયા: લોકો અને મીડિયામાં પુંછાઈ રહ્યા છે સતત સવાલો

ગુજરાતમાં અગ્રીમ રાજમાર્ગો પૈકીનાં એક તરીકે જેની ગણના અત્યાર સુધી કરવામાં આવતી હતી. એવા રાધનપુર- સામખીયાળી હાઈ-વે ની દુર્દશાની ગાથાનો કોઈ અંત આવે એવું નજરે ચડતું નથી.

Visit Saurashtra Kranti Homepage here

કરોડોનાં ખર્ચે અને પ્રજાનાં નાણાથી બનાવવામાં આવેલો હાઈ-વે તેના નિર્માણ અને મેઈન્ટેનન્સ માટે જવાબદાર નેશનલ હાઈ-વે ઓથોરીટીનાં ગુજરાત ખાતેનાં અધિકારીઓની ભયંકર બેદરકારી અને લાપરવાહીનાં કારણે લોકો માટે જીવતા નર્કનાં અનુભવ જેવો બની જવા પામ્યો છે.

છેલ્લા કેટલાય દિવસોથી ‘સૌરાષ્ટ્રક્રાંતી’ અખબારની પ્રતિનિધિ ટીમ હાઈ-વે ની સમસ્યા ઉજાગર કર્યા બાદ જવાબદાર અધિકારીઓ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ 4 દિવસથી સતત કસરત કર્યા છતાં અને ગુજરાત ખાતેની વિવિધ હાઈ-વે ઓથોરીટી કચેરીઓનાં ટેલીફોન

નંબર પર સેંકડો વખત રીંગ માર્યા છતાં આજદિન સુધી એકપણ અધિકારીનો સંપર્ક કરી શકાયો નથી. પરિણામે એવું ચિત્ર ઉપસી રહ્યું છે કે, હાઈ-વે ની દુર્દશા કરીને તેને ઠેકાણે કરી નાખનારા તત્વો મોઢા છુપાવી રહ્યા છે અને મીડિયા સાથે વાતચીત કરવા માંગતા નથી.

ગુગલ પર સર્ચ કરીએ તો નેશનલ હાઈ-વે ઓથોરીટીની ગુજરાત ખાતેની ગાંધીધામ, પાલનપુર, ગાંધીનગર વગેરે કચેરીઓનું વેબસાઈટ સ્ક્રીન પર પ્રગટ થાય છે. પરંતુ તેમાં જે લેન્ડલાઈન કે મોબાઈલ નંબર બતાવવામાં આવતા હોય છે

તેના પર સંપર્ક કરવાનો પ્રયાસ કરીએ તો કોઈપણ પ્રકારનો સંપર્ક થઇ શકતો નથી. કારણ કે, કાં તો નંબર બંધ થઇ ગયેલા હોય છે અથવા તો રીંગ મારીમારીને આયખુ પસાર કરી નાખીએ તો પણ એ ઓફીસનાં કોઈપણ કર્મચારીને ફોન ઉઠાવવાનું સુજતુ નથી.

હાઈ-વે ની ખરાબ હાલત શું કામ છે, રીપેરીંગ ક્યારે થશે, ખાડા ક્યારે બુરવાનું મુહુર્ત નીકળશે એવા સવાલો પૂછવા માટે સૌરાષ્ટ્ર ક્રાંતી સાંધ્ય દૈનિક લોકોના હિત ખાતર કચેરીઓનાં અને અધિકારીઓનાં સંપર્કનાં પ્રયાસો કરતુ રહ્યું છે.

Read About Weather here

પરંતુ પાલનપુર હોય કે ગાંધીનગર યા ગાંધીધામ નેશનલ હાઈ-વે ઓથોરીટી જાણે પૃથ્વી પર ન હોય અને અન્ય ગ્રહો પર કચેરીઓ હોય તે રીતે ટેલીફોનીક સંપર્ક કરવાનો મુશ્કેલ જ નહીં પણ અશક્ય બની ગયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here