ગુજરાતમાં જન આરોગ્ય સુખાકારીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નવતર અભિગમ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ગુજરાત એપિડેમિક રિસ્પોન્સ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ પોર્ટલ લોન્ચ કરાઈ
મુખ્યમંત્રીનાં હસ્તે આરોગ્ય મેનેજમેન્ટ સેન્ટરનું લોકાર્પણ

ગુજરાતમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની વિવિધ આરોગ્યલક્ષી સેવાઓનું મોનીટરીંગ હવે વધુ સુદ્રઢ અને સરળ બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે આરોગ્ય અને પર્યાવરણ કલ્યાણ વિભાગનાં હેલ્થ સર્વિસીસ મેનેજમેન્ટ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ રીતે નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું અભિનવ પ્રયોગ શરૂ થયો છે.મુખ્યમંત્રીએ શરૂ કરાવેલી સેવાને પરિણામે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ જેવી સગર્ભા માતાઓ

અને બાળકોની આરોગ્ય સેવા સુરક્ષા યોજનાનાં લાભાર્થીઓને મળતા લાભનું મોનીટરીંગ થઇ શકશે. આ સેવા મુજબ સગર્ભા માતાને પ્રસૃતિ સુધી દર મહીને એક કોલ કરીને તેમજ બાળકનાં બે વર્ષ સુધી દર ત્રણ મહીને એક કોલ કરીને માતા અને બાળકનાં આરોગ્ય માટે કાઉન્સેલિંગ કરવામાં આવશે.

રાજ્યમાં બિનચેપી રોગોનાં નિદાન સારવાર કેમ્પ અંતર્ગત બ્લડપ્રેશર, ડાયાબીટીસ, કેન્સરનાં દર્દીઓને જે મફત નિદાન સારવાર અપાય છે તેની પણ સમીક્ષા નવી સેવા મારફત કરવામાં આવશે.મુખ્યમંત્રીએ ગુજરાત એપીડેમિક રિસ્પોન્સ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ પોર્ટલનું લોન્ચિંગ પણ કર્યું હતું.

Read About Weather here

આ પોર્ટલ મારફત રાજ્યની સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં વેન્ટીલેટર, ઓક્સિજન બેડ તેમજ સામાન્ય બેડની માહિતી અને ઉપલબ્ધીની પણ ચકાસણી થતી રહેશે. આ રીતે રાજ્યમાં આરોગ્ય લક્ષી સેવાઓ સુદ્રઢ અને સરળ બનશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here