ચંદીગઢ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ‘આપ’નો દબદબો

ચંદીગઢ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ‘આપ’નો દબદબો
ચંદીગઢ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ‘આપ’નો દબદબો

સૌથી વધુ 14 બેઠકો મેળવી હરીફો છાવણીઓમાં સોપો પાડી દીધો: ભાજપે મનપામાં સતા ગુમાવી, 12 બેઠક મેળવી: કોંગ્રેસને 8 બેઠક
પંજાબમાં આમ આદમી પાર્ટીની સફળતાને વધાવી લેતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ
પંજાબમાં સતા પર હોવા છતાં કોંગ્રેસને ભારે મોટી ધોબી પછાડ
ચંદીગઢ મનપાનાં પરિણામો ભાજપ અને કોંગ્રેસ બંને માટે આચકારૂપ: ગયા વખતે ભાજપને 20 બેઠક મળી હતી, આ વખતે 8 બેઠકોનું નુકશાન

ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓનાં પરિણામોએ ભાજપ અને કોંગ્રેસને જબરો આંચકો આપ્યો છે. પંજાબમાં વધતી જતી વગ, લોકપ્રિયતાનો વધુ એકવખત પુરાવો આપતા ચંદીગઢ મનપામાં આમ આદમી પાર્ટી 14 બેઠકો જીતીને સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

ભાજપનાં ગઢનાં કાંગરા ખરી ગયા છે. ભાજપને 12 બેઠક અને કોંગ્રેસને માત્ર 8 બેઠક મળી છે. આ રીતે ચંદીગઢ મનપામાં ત્રિશંકુ ગૃહ રચાયું છે.ચંદીગઢ મહાનગરપાલિકામાં આપ ને ભલે બહુમતી મળી નથી.

પરંતુ અગાઉ સતા ધરાવનારા પક્ષોને પાછળ ધકેલી દઈને પહેલીવખત સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવ્યો છે અને આ રીતે સ્થાનિક ચૂંટણીઓમાં અસાધારણ દેખાવ કર્યો છે. શિરોમણી અકાલી દળનો તો સફાયો થઇ ગયો છે અને માત્ર એક જ બેઠક મળી છે.

ચંદીગઢ મનપામાં 35 બેઠકોનું સંખ્યામક છે. બહુમતી માટે 19 બેઠકો મેળવવી જરૂરી છે. એટલે બહુમતી કોઈ પક્ષને મળી નથી. પરંતુ પરિણામો બતાવે છે કે, ભાજપનો ગઢ તૂટી ગયો છે. ભાજપનાં ઉમેદવાર એવા ત્રણ-ત્રણ પૂર્વ મેયર રવિકાન્ત શર્મા, રાજેશ કાલીયા અને દેવેશ મુદગીલ ચૂંટણી હારી ગયા છે.

ભાજપનાં ચાર વર્તમાન મનપા સભ્યો પણ પરાજિત થયા છે. જેમાં સુનીતા ધવન, હિરા નેગી, ભરત કુમાર અને શક્તિ દેવશાળીનો સમાવેશ થાય છે.કોંગ્રેસનાં મુખ્ય પ્રવક્તા અને વર્તમાન કાઉન્સિલર એચ.એસ.લક્કી પણ હારી ગયા છે.

આ ચૂંટણીઓ પંજાબનાં રાજકારણ માટે નવા વળાંક સમાન ગણાવવામાં આવી રહી છે. કેમકે આપ ની રાજકીય પ્રગતિ અને દબદબો ભાજપ તથા કોંગ્રેસ જેવી શક્તિઓને હતપ્રભ કરી રહ્યા છે. 2016 ની ચૂંટણીઓમાં મનપાની 26 બેઠકો હતી.

તેમાંથી 20 બેઠકો ભાજપે જીતી હતી. 2019 ની લોકસભા ચૂંટણીઓમાં ભાજપનાં કિરણ ખેરને 50.64 ટકા મતો મળ્યા હતા. કોંગ્રેસનાં પવન બંસલને 46.87 ટકા મત મળ્યા હતા અને આપ નાં ઉમેદવાર હરમોહન ધવનને માત્ર 3 ટકા મતો મળ્યા હતા.

એ દર્શાવે છે કે, 4 વર્ષમાં આમ આદમી પાર્ટીએ પંજાબમાં નોંધપાત્ર પેગપેશારો કરી દીધો છે. ચંદીગઢની ચૂંટણીમાં પહેલીવખત ઝુકાવ્યા છતાં જોરદાર દેખાવ કર્યો છે. કેમકે ચંદીગઢ હંમેશા ભાજપનો ગઢ મનાતો આવ્યો છે.

એટલે આપ નાં ઝાડુ સામે ભાજપ અને કોંગ્રેસ બંનેની ઘણી બધી બેઠકો સાફ થઇ ગઈ છે. સારો દેખાવ કરનાર આપ ને પણ એક આંચકો લાગ્યો છે. તેની ચૂંટણી સમિતિનાં વડા ચંદ્રમુખી શર્મા પરાજિત થયા છે.

ચંદીગઢનાં પરિણામો કોંગ્રેસ માટે બહુ મોટો ફટકો એટલા માટે છે કે, પંજાબમાં અત્યારે કોંગ્રેસનું શાસન છે. ચંદીગઢમાં ત્રિ-પાંખિયો ચૂંટણી જંગ હોવા છતાં કોંગ્રેસને કોઈ જ ફાયદો થયો નથી. તેની હાલત ભાજપ કરતા પણ વધુ ખરાબ થઇ ગઈ છે.

પંજાબ વિધાનસભાની ચૂંટણીઓ હવે સાવ નજીક આવી રહી છે. ત્યારે આ પરિણામ વિધાનસભાની ચૂંટણીઓનાં રુખ પર ચોક્કસ અસર કરશે. તેવું રાજકીય નિષ્ણાંતોનું માનવું છે. વિધાનસભા ચૂંટણીઓમાં આપ નો પ્રવેશ કોંગ્રેસ અને ભાજપ બંને માટે માથાનો દુ:ખાવો બની રહેશે એ નક્કી છે.

ચંદીગઢ માં મતોની ટકાવારીની દ્રષ્ટિએ આપ ને 40 ટકા, ભાજપને 34 ટકા અને કોંગ્રેસને 23 ટકા મતો મળ્યા છે. ગયા વખત કરતા ભાજપને ખૂબ જ મોટું નુકશાન થયું છે. ગત ચૂંટણીઓમાં ભાજપને 77 ટકા મતો મળ્યા હતા. એટલે ભાજપનાં વોટ શેરમાં પણ ભારે મોટું ગાબડું પડી ગયું છે.

ભાજપનો હિન્દુત્વ પ્રચાર કામ લાગ્યો નથી. ખેડૂતોનો ટેકો પણ ધાર્યા મુજબ મળ્યો નથી. મહિલાઓ અને અનુસુચિત મતદારોએ ભાજપથી મોઢું ફેરવી લીધાનું દેખાયું છે. આપ નાં રાષ્ટ્રીય વડા અને દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરિણામો પંજાબનાં ભાવિ પરિવર્તનનાં સંકેત સમાન ગણાવ્યા છે.

Read About Weather here

તેમણે કહ્યું હતું કે, ચંદીગઢની જનતાએ ભ્રષ્ટ રાજકારણને તિલાંજલિ આપી આપ નાં પ્રામાણિક રાજકારણ પર પસંદગી ઉતારી છે. આપ નાં નેતા રાઘવ ચઢા એ કહ્યું હતું કે આ કેજરીવાલનાં દિલ્હી શાસન મોડેલની જીત છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here