વિશ્વની સૌથી એડવાન્સ રોબોટ…!

વિશ્વની સૌથી એડવાન્સ રોબોટ…!
વિશ્વની સૌથી એડવાન્સ રોબોટ…!
સૌથી અગત્યનું ફીચર એ છે કે એમિકાને તેની પર્સનલ સ્પેસ વિશે ખબર છે. પ્રેઝન્ટેશન દરમિયાન જ્યારે એક વિજ્ઞાનીએ એમિકાના નાકને સ્પર્શ કર્યો તો તેણે વિજ્ઞાનીનો હાથ પકડીને તેને દૂર કરી દીધો.

Visit Saurashtra Kranti Homepage here

વિશ્વના કોઇ પણ હ્યુમન રોબોટમાં આ સૌથી પહેલું ફીચર છે. લંડનની એક લેબોરેટરીએ વિશ્વની સૌથી એડવાન્સ રોબોટ એમિકા બનાવી છે. હ્યુમન રોબોટિકની દિશામાં આ મોટું પગલું ગણાય છે.

રોબોટ એમિકાના ચહેરા પર 22થી વધુ સેન્સર છે. તેને કસ્ટમ એક્ટૂએટર્સ કહે છે. તેની મદદથી એમિકા ચહેરાના હાવભાવ મનુષ્યો જેવા બનાવવા સક્ષમ છે.હાલ એમિકાને વિકસિત કરવાનું જારી છે.

વિજ્ઞાનીઓએ જ્યારે આ ફીચરવાળી વીડિયો ક્લિપ યુટ્યૂબ પર અપલોડ કર્યા બાદ અત્યાર સુધીમાં લાખો વ્યૂ મળી ચૂક્યા છે. એમિકાને બનાવનારી લેબે હજુ તેની કિંમત તથા અન્ય ફીચર્સ અંગે ખુલાસો નથી કર્યો પણ હ્યુમન રોબોટની દિશામાં એમિકા મોટી સફળતા ગણાય છે.

Read About Weather here

નોંધનીય છે કે 2016માં વાત કરવા અને હસવા સક્ષમ સોફિયા નામના હ્યુમન રોબોટને સાઉદી અરેબિયાએ નાગરિકત્વ આપ્યું હતું. એમિકા તેનાથી પણ એડવાન્સ હ્યુમનોઇડ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here