ગુજરાતમાં કમોસમી વરસાદ…!

ગુજરાતમાં કમોસમી વરસાદ…!
ગુજરાતમાં કમોસમી વરસાદ…!
ગઈકાલે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, બે દિવસ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, દાહોદ ગોધરા, પંચમહાલ, મહિસાગર અને અરવલ્લી જિલ્લાના વિવિધ ભાગોમાં માવઠાની વકી છે.

Visit Saurashtra Kranti Homepage here

ગઈકાલ મોડી રાતથી રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદ, વડોદરા સહિત અનેક શહેરોમાં કમોસમી વરસાદ નોંધાયો છે. આ સાથે 29 ડિસેમ્બરથી ઠંડીના વધુ એક રાઉન્ડની પણ આગાહી કરવામાં આવી છે.

ગઈકાલે રાત્રે અમદાવાદ, પ્રાતિજ, હિંમતનગર, વિજાપુર સહિત અનેક તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે સવારે અમદાવાદના પૂર્વ વિસ્તારના નરોડા, નિકોલ, જશોદાનગર સહિતમાં કમોસમી વરસાદ નોંધાયો છે.

જ્યારે વડોદરામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદના છાંટા પડ્યા છે. મોર્નિંગ વોકમાં નીકળતા લોકોએ હિલ સ્ટેશન જેવા માહોલનો આનંદ લીધો હતો તેમજ ચાની કીટલીઓ પર લોકોનો જમાવડો પણ જોવા મળ્યો હતો.

રાજકોટના વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા હતા. હવામાન ખાતા દ્વારા આગાહી, પ્રમાણે આજે વહેલી સવારથી જ વરસાદી છાંટા પડ્યાં હતા. ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઇ ગઇ હતી. સાથે જ વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો.

ઠંડો પવન ફુંકાવવાની સાથે આકાશમાં વરસાદી વાદળો ઘેરાઈ ગયું હતું અને છ વાગે વરસાદી છાંટા પડ્યાં હતા. શિયાળુ પાકને લઈ ખેડૂતોમાં ચિંતાનો વધારો થયો છે.જીરૂ, ચણાને નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે. ઠંડો પવન ફૂંકાતા ઠંડીમાં પણ વધારો જોવા મળ્યો હતો. લોકો તાપણું કરી તાપતા નજરે પડ્યાં હતા

સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલે અનેક જિલ્લામાં ગઈકાલથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયુ હતું. કેટલીક જગ્યાએ તો વાદળો ઘેરાઇ આવ્યા હતા અને વરસાદ પડે તેવો માહોલ સર્જાયો હતો.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આગામી 48 કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી. પરંતુ બુધવારથી લઘુતમ તાપમાન ત્રણથી ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થશે. જેના કારણે ઠંડીનો અનુભવ થશે.

બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.ત્યારે ફરીથી હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ધરતીપુત્રોમાં ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે.

ખેતરમાં ઉભા પાક દિવેલા, કપાસ,રાઈ,વરિયાળી,જીરૂ,ચણા,સહીતના પાકોની કાળજી રાખવા સલાહ આપવામાં આવી છે. તેની સાથે ખેડૂતો દ્રારા કાપણી કરેલ શાકભાજી પાક ભીંજાય નહિ

તે માટે પાકને સુરક્ષિત અથવા ગોડાઉનમાં મુકવા જો કમોસમી વરસાદ પડે તો ખેતરોમાં ભરાયેલ પાણીનો સત્વરે નિકાલ કરવો તથા આગાહીને ધ્યાનમાં રાખી અગમ ચેતીના પગલાં ખેડૂતોને ભરવા ખેતીવાડી વિભાગ દ્રારા અપાઈ સલાહ.

કમોસમી વરસાદની આગાહીને પગલે ઘઉં, રાયડો, એરંડા, જીરું, ચણા સહિતના રોકડીયા પાકોને નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. જેમાં ચાલુ વર્ષે રવીપાકના વાવેતરમાં સૌથી વધુ 1.63 લાખ હેક્ટર જમીનમાં રાયડો, 1.17 લાખ હેકટર જમીનમાં ઘાસચારો, 61 હજાર હેકટર જમીનમાં ઘઉં,

Read About Weather here

58 હજાર હેક્ટર જમીનમાં બટાકા, 50 હજાર હેકટર જમીનમાં જીરાનું તેમજ 6 હજાર હેકટર જમીનમાં શાકભાજી સહિત અન્ય પાકો મળીને જિલ્લામાં કુલ 4.75 લાખ હેકટરમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here