ઓમિક્રોન એલર્ટ: ભારતમાં 578 કેસ, ગુજરાત પાંચમાં સ્થાને!

કોરોનાની સુનામી…!
કોરોનાની સુનામી…!

વિશ્ર્વભરમાં તરખાટ મચાવનાર કોરોના વાયરસનો ઝડપથી પ્રસરતો વેરિએન્ટ બેકાબુ

દેશમાં ઓમિક્રોન વાયરસ તેનો કાળો ઓછાયો વધુ લંબાવી રહ્યો છે અને દેશના વધુ બે રાજ્યો મધ્યપ્રદેશ તથા હિમાચલ પ્રદેશમાં પણ ઓમિક્રોનનાં કેસો બહાર આવ્યા છે.

ગઈકાલ સુધીમાં ઓમિક્રોનનાં નવા કેસોની સંખ્યા વધીને 578 પર પહોંચી ગઈ છે. મધ્યપ્રદેશમાં પહેલી જ વખત 9 કેસ નોંધાયા છે. જે તમામ વિદેશથી આવેલા મુસાફરો છે.

અત્યાર સુધીમાં 19 રાજ્યોમાં ચેપ પ્રસરી ગયો છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં 142, દિલ્હીમાં 79, કેરળમાં 57 તથા ગુજરાત અને રાજસ્થાનમાં 49-49 નવા ઓમિક્રોન કેસો નોંધાયા છે. હરિયાણામાં 7 કેસ થયા છે અને કુલ કેસની સંખ્યા 13 થઇ ગઈ છે. મહારાષ્ટ્રમાં નવા 31 કેસો નોંધાયા છે.

Read National News : Click Here

જે એક દિવસમાં નોંધાયેલા કેસોનો વિક્રમ છે.
મધ્યપ્રદેશનાં ગૃહમંત્રી નરોતમ મિશ્રાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ઓમિક્રોનનાં કેસો પહેલીવાર જોવા મળ્યા છે. દુબઈથી આવેલો એક યુવાન સંક્રમિત જણાયો છે. કુલ 9 કેસ જોવા મળ્યા છે. એ તમામ દર્દીઓએ વેક્સિનનાં પૂરેપુરા બે ડોઝ લઇ લીધા હતા.

એક દર્દીએ તો અમેરિકામાં બુસ્ટર ડોઝ પણ લીધો હતો. હિમાચલ પ્રદેશમાં પહેલીવાર ઓમિક્રોનનો એક કેસ નોંધાયો હતો. 45 વર્ષની એક મહિલા કેનેડાથી મંડી આવી હતી. ટેસ્ટીંગ બાદ મહિલા ઓમિક્રોન સંક્રમિત જણાઈ હતી. આથી તેને હોમ આઈસોલેટ કરવામાં આવી હતી. દરમ્યાન નવી દિલ્હી એઈમ્સનાં વરિષ્ઠ આરોગ્ય નિષ્ણાંતનો એવો અભિપ્રાય છે કે, બાળકોને રસી આપવાનો મોદી સરકારનો નિર્ણય બિનવૈજ્ઞાનિક છે અને તેનાથી કોઈ ફાયદો થવાનો નથી.

એઈમ્સનાં નિષ્ણાંત અને ઇન્ડિયન પબ્લિક હેલ્થ એસો. નાં વડા ડો.સંજય.કે.રાય નું સ્પષ્ટ માનવું છે કે, આવો કોઈપણ નિર્ણય લેતા પહેલા જે દેશોએ બાળકોને વેક્સિન આપી છે તેના અહેવાલ મંગાવી તેનું વિષ્લેષણ પહેલા કરવું જોઈએ. વડાપ્રધાનની દેશપ્રતિ નિસ્વાર્થ સેવાથી હું અભિભૂત છું. પરંતુ એમના અવૈજ્ઞાનિક નિર્ણયથી ખૂબ નિરાશ થયો છું. વેક્સિન અંગે આપણી પાસે જે કઈ થોડું ઘણું જ્ઞાન છે એ દર્શાવે છે કે, સંક્રમણ ખાળવામાં વેક્સિનનું કોઈ નોંધપાત્ર યોગદાન નથી.

Read About Weather here

કેટલાય દેશોમાં બુસ્ટર ડોઝ લેનારા પણ સંક્રમિત થયા છે. એટલે કે વેક્સિનથી સંક્રમણ અટકી રહ્યું નથી તેનાથી માત્ર મૃત્યુ અને વાયરસની તિવ્રતા જ ઘટે છે. સંક્રમણ રોકી શકાતું નથી. એટલે આપણો હેતુ સ્પષ્ટ હોવો જરૂરી છે. વેક્સિનથી મૃત્યુનો આંક ઘટાડી શકાય છે અને વાયરસની આક્રમકતા પણ ઓછી થઇ શકે છે. બાળકોની વાત કરીએ તો ચેપની તિવ્રતા ઘણી હળવી જોવા મળી છે. દર 10 લાખે માત્ર 2 બાળકોનાં મોતની ટકાવારી જોવા મળી છે. એટલે બાળકોનાં રસીકરણથી આપણો હેતુ પાર પડી શકે તેમ નથી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here