આજે થઈ શકે છે મોટી જાહેરાત…!

આજે થઈ શકે છે મોટી જાહેરાત...!
આજે થઈ શકે છે મોટી જાહેરાત...!
દેશમાં વધતા ઓમિક્રોનના કેસ વચ્ચે ચૂંટણી પંચની આ મીટિંગ ઘણી જ મહત્વની માનવામાં આવે છે. શક્યતા છે કે આગામી વિધાનસભા ચૂંટણી 2022 માટે રાજકીય રેલીને રોકવા અંગે આ મીટિંગમાં ચર્ચા થઈ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

પાંચ રાજ્યમાં થનારી વિધાનસભા ચૂંટણી પહેલાં આજે કોઈ મોટી જાહેરાત થઈ શકે છે. ઈલેક્શન કમિશન અને હેલ્થ મિનિસ્ટ્રી વચ્ચે આજે મીટિંગ થશે, જેમાં કોઈ મોટી જાહેરાત થશે તેવી શક્યતા જોવાઈ રહી છે.

દેશમાં એક બાજુ ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે તો બીજી બાજુ પાંચ રાજ્યોમાં થનારી વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચારમાં ગતિ જોવા મળી રહી છે. વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન મોટા પાયે કોવિટ પ્રોટોકોલનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.

કોઈ પણ પાર્ટી હોય, દરેક કોવિડના નિયમોનું ઉલ્લંઘન કરીને પોતાની રાજકીય રેલી કાઢે છે અને તેમાં હજારોથી લાખોની સંખ્યામાં લોકોને એકઠાં કરવાનું લક્ષ્ય રાખીને સભાઓ આયોજિત કરે છે. રોડ શો થઈ રહ્યાં છે.

Read About Weather here

ત્યારે કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ફેલાશે તેવો ખતરો વધી રહ્યો છે. આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને આજે કેન્દ્રીય ચૂંટણીપંચની એક મહત્વની બેઠક મળશે. આ બેઠકાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ પણ સામેલ થશે, જેઓ ચૂંટણી પંચને ઓમિક્રોનના ખતરા અંગે જાણકારી આપશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here