જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે મુસાફરો બસમાં સુઈ રહ્યા હતાં. સોથી આગળ રહેલી બસે રસ્તામાં અચાનક જ બ્રેક માંરતા પાછળ આવી રહેલી બને બસો એકબીજાની સાથે અથડાઈ ગઈ હતી. આમ ત્રણેય બસો અથડાઈ જતાં મોટો અકસ્માત સર્જાયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. હરિયાણાના અંબાલા-દિલ્હી હાઈવે પર સોમવારે સવારે એક મોટી દુર્ઘટનામાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 10 લોકો ઘાયલ થયા છે.
મળતી માહિતી મુજબ કટરાથી દિલ્હી જઈ રહેલી 3 ટુરિસ્ટ ડીલક્સ બસો સવારે 3 વાગ્યે એકબીજા સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્માત હીલિંગ ટચ હોસ્પિટલ પાસે થયો હતો. લોકોએ પોલીસ સાથે મળીને ભારે જહેમત બાદ બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા.
અકસ્માતમાં 44 વર્ષીય મીના દેવી છત્તીસગઢનાં રહેવાસી, 21 વર્ષીય રાહુલ ઝારખંડનાં રહેવાસી, 53 વર્ષીય રોહિત છત્તીસગઢનાં રહેવાસી, 22 વર્ષીય પ્રદીપ ખુશી નગર ઉત્તર પ્રદેશનાં રહેવાસી અને અન્ય એક મુસાફર મૃત્યુ પામ્યા છે. મૃતદેહોને અંબાલાના શબઘરમાં રાખવામાં આવ્યા હતા. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
Read About Weather here
ઈજાગ્રસ્તોને જિલ્લાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here