257 કરોડની ખુશ્બુ RBIને પ્રસરી…!

257 કરોડની ખુશ્બુ RBIને પ્રસરી...!
257 કરોડની ખુશ્બુ RBIને પ્રસરી...!
એજન્સીઓએ કાર્યવાહી કરતી વખતે જૈનના ઘરની અંદર વ્યાપક તપાસ કરી હતી અને એક ફ્લેટમાં 300 ચાવી પણ મળી આવી હતી. જૈનના ઘરેથી જપ્ત કરાયેલી વસ્તુઓ અંગે DGGI તરફથી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

Visit Saurashtra Kranti Homepage here

UPના કન્નોજમાં પર્ફ્યૂમના વેપારી પીયૂષ જૈનની કાનપુરમાંથી ધરપકડ કરવામાં આવી છે. GST ઈન્ટેલિજન્સે આ કાર્યવાહી કરી છે. જૈનને કરચોરીના આરોપમાં CGST એક્ટની કલમ 69 હેઠળ ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં જે દરોડા પાડવામાં આવ્યા છે તેમા રૂપિયા 257 કરોડની રોકડ અને જ્વેલરી મળી આવી છે.

ગુરુવારે GST ઈન્ટેલિન્સ વિભાગ એટલે કે DGGI તથા આવક વેરા વિભાગની ટીમે કન્નોજના પરફ્યુમના વેપારી પીયૂષ જૈનના કાનપુર સ્થિત ઘર પર દરોડા પાડ્યા હતા. તે સમયે અલમારીયોમાંથી એટલા બધા પૈસા મળ્યા હતા કે નોટ ગણવા માટે મશીન લાવવા પડ્યા હતા. કુલ આઠ મશીનો મારફતે પૈસા ગણવામાં આવ્યા હતા.

હકીકતમાં અમદાવાદની DGGI ટીમે એક ટ્રક પકડી હતી. આ ટ્રકમાં જે માલસામાન જઈ રહ્યો હતો તેના બિલ નકલી કંપનીઓના નામ પર તૈયાર કરવામાં આવ્યા હતા. તમામ બિલ 50 હજારથી ઓછી કિંમતના હતા.

Read About Weather here

જેથી Eway Bill બનાવવું ન પડે. ત્યારબાદ DGGIએ કાનપુરમાં ટ્રાન્સપોર્ટરને ત્યાં દરોડા પાડ્યા હતા. અહીં DGGIને આશરે 200 નકલી બિલ મળ્યા. અહીંથી DGGIને પીયૂષ જૈન તથા નકલી બિલો વચ્ચે કોઈ કનેક્શન હોવાની ભાળ મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here