જવાબદારો સામે કડક પગલા લેવાશે : ડીડીઓ દેવ ચૌધરી

જવાબદારો સામે કડક પગલા લેવાશે : ડીડીઓ દેવ ચૌધરી
જવાબદારો સામે કડક પગલા લેવાશે : ડીડીઓ દેવ ચૌધરી

રાજકોટ જીલ્લા પંચાતમાં રાજીનામાં અને બિમારી દર્દીને બોલાવવા મામલે
રાજકોટ જીલ્લા પંચાયતમાં એક જ ચર્ચા: ક્યાં અધિકારીના દબાણથી બિમાર કર્મચારીને બોલાવામાં આવ્યા હતા?

રાજકોટ જિલ્લા પંચાયતમાં ચાલતા પ્રશ્ર્નોની પ્રમુખ ભૂપત બોદરે ગંભીરતાથી નોંધ લઇને તપાસ કરવાના પણ આદેશો આપી દીધા છે. ત્યારે આ મામલે સૌરાષ્ટ્ર ક્રાંતીએ રાજકોટ જિલ્લાના ડીડીઓ દેવ ચૌધરીને પ્રશ્ર્ન કરતા તેઓએ જણાવ્યું હતું કે રાજીનામાની વાત મારા સુધી પહોંચી નથી

Visit Saurashtra Kranti Homepage here

અને દર્દીને હોસ્પિટલે હોવા છતા લીવ લેવા કેમ બોલાવવામાં આવ્યા હતા કોના કહેવાથી આવ્યા હતા આ અંગે તપાસ કરવામાં આવશે અને જો તેનો વિડીયો હશે તો તેને જોઇને પણ તપાસ કરાશે અને જે જવાબદાર અધિકારી છે તેને બોલાવીને તેની સામે જો જરૂર પડશે તો ગુનો નોંધી પણ તપાસ કરવામાં આવશે

અને પગલા લેવામાં આવશે. જીલ્લા પંચાયતના વિભોગોમાં કર્મચારીઓનું શોષણ થતું હોય તેવી ફરીયાદ આજ સુધી આવી નથી છતા પણ જીલ્લા પંચાયતમાં થતી ચર્ચાઓને ધ્યાને લઇને તપાસ કરવામાં આવનાર છે.

ડીડીઓના અને જીલ્લા પંચાયતના પ્રમુખના નિવેદનથી કર્મચારીઓની હિંમત વધી છે.અને હવે તે કોઇની જોહુકમીપણ નહીં ચલાવી લે તેવી અંદરોઅંદર વાતો વહેતી થઇ છે. આગામી સોમવારે પ્રમુખે મિટીંગ બોલાવી છે અને જેમાં હોસ્પિટલે હતા છતા એમ્બ્યુલન્સમાં જી.પંચાયત ખાતે હાજરી પુરાવા

કોના કહેવાથી આવ્યા હતા તે પાછળનું કારણ તેમજ મહીલા કર્મચારીએ કયા કારણોસર રાજીનામું આપ્યું અને કોના દબાણથી સમાધાન કરીને રાજીનામું ફાડી નાખવામાં આવ્યું હતું ના તમામ જવાબ માંગવામાં આવશે. કર્મચારીઓમાં હિંમત વધી છે

Read About Weather here

અને અધિકારીઓ વિરૂધ્ધ હવે ફરીયાદોના ઢગલા થઇ જશે એ વાત નકારી પણ શકાય તેમ નથીં. બીજી વાત કરીએ તો જી.પંચાયતના પ્રમુખે પગલા લેવા જણાવ્યું છે અને હવે ડીડીઓએ પણ તપાસના આદેશો આપી દીધા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here