આવતા શૈક્ષણિક વર્ષથી ગુજરાત ભણાવશે વૈદ ગણિત

આવતા શૈક્ષણિક વર્ષથી ગુજરાત ભણાવશે વૈદ ગણિત
આવતા શૈક્ષણિક વર્ષથી ગુજરાત ભણાવશે વૈદ ગણિત

શાળાઓમાં વૈદિક મેથ્સનો અભ્યાસ ક્રમ દાખલ કરવાનો નિર્ણય: ગણિતિક સમસ્યાઓ અને દાખલા ઉકેલવા વૈદ ગણિત ઝડપી અને આસાન

ગુજરાત સરકારે આવતા શૈક્ષણિક વર્ષથી રાજ્યની તમામ માધ્યમિક શાળાઓમાં વૈદ ગણિત શાસ્ત્રનો અભ્યાસ ક્રમ તરીકે ઉપયોગ કરવાની જાહેરાત કરી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયું છે કે, વૈદિક ગણિત તમામ માધ્યમિક શાળાઓમાં ભણાવવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

શિક્ષણ વિભાગનાં જાહેરનામા દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે, ગણિતને લગતા કોયડા, તમામ દાખલા અને ગણિતનાં પ્રશ્ર્નો હલ કરવા માટે વૈદિક ગણિત સૌથી ઝડપી અનેઆસાન પધ્ધતિ માનવામાં આવે છે. જેનાથી વિદ્યાર્થીનો ગણિતનો પાયો પણ ખૂબ મજબુત બને છે.

2022-23 નાં શૈક્ષણિક વર્ષથી ધો-6 થી 8 નાં વર્ગોમાં વૈદ ગણિતનો અભ્યાસ શરૂ કરવવામાં આવશે. આ ભારતની પ્રાચીન અને નિવડેલી પધ્ધતિ છે. આંકડાકિય ગણિતને 16 સુત્રોમાં વહેંચી દઈ વૈદ પધ્ધતિ મારફત ગણિતનો અભ્યાસ આસાન બનાવવામાં આવ્યો હતો.

તબક્કાવાર ધો-9 અને 10 નાં વિદ્યાર્થીઓ માટે પણ અભ્યાસ ક્રમ શરૂ કરવામાં આવશે. સ્કૂલ ઓફ એકસેલન્સ પ્રોજેક્ટ અંતર્ગત આવેલી રાજ્યની 20 હજાર શાળાઓ તબક્કાવાર વૈદિક ગણિતનો અભ્યાસ શરૂ કરશે.

તેમ શિક્ષણ વિભાગનાં સચિવ વિનોદ રાવ જણાવે છે. તેમણે કહ્યું હતું કે, ધો-10 ની બોર્ડની પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં નાપાસ થાય છે. આથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જેથી વિદ્યાર્થીઓ આનંદ સાથે આસાનીથી ગણિત શીખી શકે. રાજ્યનાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટવીટ કર્યું હતું કે, વિખ્યાત ભારતીય ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજનની જન્મજયંતિ પર સરકારે આ નિર્ણય લીધો છે.

Read About Weather here

કેટલાક શિક્ષણ શાસ્ત્રીઓએ વિદ્યાર્થીઓનાં હિત ખાતર વૈદ ગણિત અભ્યાસ ક્રમ શરૂ કરવાની ભલામણ કરી હતી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here