રાજકોટમાં ઓમિક્રોનનો વધુ એક કેસ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

બ્રિટનથી આવેલી યુવતી સંક્રમિત: બંને દર્દીઓ હાલ સારવાર હેઠળ, કોરોનાનાં વધુ 7 કેસ નોંધાયા

રાજકોટમાં ઓમિક્રોન વાયરસનો એક વધુ કેસ નોંધાતા કુલ 2 કેસ થયા છે. બ્રિટનથી આવેલી એક 21 વર્ષીય યુવતી ટેસ્ટીંગ બાદ કોરોના સંક્રમિત માલુમ પડી છે. આ યુવતીને તાત્કાલિક ઓમિક્રોન વોર્ડમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. આ વોર્ડમાં ઓમિક્રોનનાં કુલ બે દર્દી હાલ સારવાર હેઠળ છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

રાજકોટ આવેલી આ યુવતીએ વેક્સિનનાં ડોઝ લીધા છે કે કેમ તે વિશે હજુ સતાવાર જાણવા મળ્યું નથી. પરંતુ એરપોર્ટ પર ટેસ્ટીંગ બાદ તેનો ઓમિક્રોન રીપોર્ટ પોઝિટિવ આવતા તત્કાલ સિવિલમાં દાખલ કરવામાં આવી હતી.

દેશમાં ઓમિક્રોનનાં કેસો ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે અને મુખ્ય ત્વે વિદેશથી ભારત પરત ફરી રહેલા ભારતીય નાગરિકો જ કોરોના સંક્રમિત જણાય છે. લોકલ સંક્રમણનું પ્રમાણ ઘણું ઓછું જણાયું છે. આ યુવતીનાં પરિવારજનો અને સંપર્કોની પણ તપાસ કરીને સઘન ટેસ્ટીંગ કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

દરમ્યાન રાજકોટ શહેરમાં શુક્રવારે કોરોનાનાં નવા 7 કેસ નોંધાયા હતા. આ રીતે અત્યારે હોસ્પિટલમાં 7 દર્દીઓ છે. જયારે 8 ને રજા આપી દેવાઈ છે. શનિવારે બપોર સુધીમાં કોરોનાનો કોઈ કેસ નોંધાયો નથી. શહેરમાં કુલ કેસની સંખ્યા 42975 થઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here