મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ…!

મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ...!
મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ...!
સેના બહાદુર જવાનના પરિવાર સાથે મજબૂતીથી ઉભી છે. વેસ્ટર્ન સેક્ટરમાં ટ્રેનિંગ ફ્લાઈટ દરમિયાન લગભગ 8.30 વાગ્યે એરક્રાફ્ટને અકસ્માત નડ્યો હતો. આ મામલે તપાસનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આજે સાંજે રાજસ્થાનના જેસલમેર નજીક ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઈટર એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં ફાઈટર એરક્રાફ્ટના પાઈલટનું નિધન થયું છે. વાયુસેનાના જણાવ્યા અનુસાર વિંગ કમાન્ડર હર્ષિત સિન્હાનું અકસ્માતમાં મોત થયું છે.

જેસલમેરના એસપી અજય સિંહે જણાવ્યું કે વિમાન સામ પોલીસ સ્ટેશન વિસ્તારના ડેઝર્ટ નેશનલ પાર્ક વિસ્તારમાં ક્રેશ થયું હતું. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

આ પહેલા 8 નવેમ્બરે વાયુસેનાનું Mi-17 હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ અકસ્માતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત અને તેમની પત્ની સહિત 14 લોકોના મોત થયા હતા.

સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે તાજેતરમાં લોકસભામાં જણાવ્યું હતું કે માર્ચ 2017 થી દેશમાં 15 સૈન્ય હેલિકોપ્ટર અકસ્માતો થયા છે, જેમાં 31 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ અકસ્માતો ભારતીય સેના, નેવી અને એરફોર્સ સાથે મળીને થયા છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

તેમાં આ વર્ગના ત્રણ, ચાર અદ્યતન લાઇટ હેલિકોપ્ટર, ચાર ચિત્તા, બે ALHs, એક Mi-17 અને એક ચેતક હેલિકોપ્ટરનો સમાવેશ થાય છે, જેમાં 8 ડિસેમ્બરે કુન્નૂરમાં ક્રેશ થયેલા Mi-17V5નો સમાવેશ થાય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here