જિલ્લા પંચાયત પ્રમુખ પગલા લેશે કે પછી…

જિલ્લા પંચાયત પ્રમુખ પગલા લેશે કે પછી…
જિલ્લા પંચાયત પ્રમુખ પગલા લેશે કે પછી…

જીલ્લા પંચાયતના કર્મચારીઓમાં પ્રમુખના નિવેદનથી નવી ઉર્જાનો સંચાર
જિ.પંચાયતના પ્રમુખના નિવેદન બાદ કર્મચારીઓની હિંમત વધતા માનસિક ત્રાસ આપતા અધીકારો સામે ફરીયાદોના ઢગલા થશે: ચર્ચા
જી.પંચાયતના કર્મીઓમાં એક જ ચર્ચા: જો પીઓ ઓફીસરની બદલી કરાશે તો તો ‘ભાવતુ હતું ને વૈધે કીધુ’ જેવો ઘાટ સર્જાશે

રાજકોટ જિલ્લા પંચાયતમાં ચાલતા પ્રશ્ર્નોની પ્રમુખ ભૂપત બોદરે ગંભીરતાથી નોંધ લઇને તપાસ કરવાના પણ આદેશો આપી દીધા છે. પ્રમુખ બોદરે તમામ કર્મચારીઓને કહ્યુ હતું કે કોઇપણ વિભાગના કર્મચારીઓને કંઇ પણ અધીકારીઓ વિરૂધ્ધ ફરીયાદો હોય તો તે પ્રમુખ ચેમ્બરમાં આવીને કહી શકે છે

Visit Saurashtra Kranti Homepage here

અને જો ઉચ્ચ અધીકારીઓની ફરીયાદો હોય તો પણ પ્રમુખ સુધી પહોચાડવી તેનુ નામ પણ ગૃપ્ત રાખવામાં આવશેનો વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો. પ્રમુખ બોદરે આ જાહેરાત કરતા જી.પંચાયના તમામ વિભાગના કર્મચારીઓમાં એક નવી ઉર્જાનો સંચાર થયો છે.

અને હવે તે કોઇની જોહુકમીપણ નહીં ચલાવી લે તેવી અંદરોઅંદર વાતો વહેતી થઇ છે. આગામી સોમવારે પ્રમુખે મિટીંગ બોલાવી છે અને જેમાં હોસ્પિટલે હતા છતા એમ્બ્યુલન્સમાં જી.પંચાયત ખાતે હાજરી પુરાવા કોના કહેવાથી આવ્યા હતા તે પાછળનું

કારણ તેમજ મહીલા કર્મચારીએ કયા કારણોસર રાજીનામું આપ્યું અને કોના દબાણથી સમાધાન કરીને રાજીનામું ફાડી નાખવામાં આવ્યું હતું ના તમામ જવાબ માંગવામાં આવશે.

પણ કર્મચારીઓના મનમાં એ પ્રશ્ર્ન ઉભો થયો હતો કે બાબત શું હતી તે આખુ જી.પંચાયત જાણે જ છે અને પ્રમુખ બધી વાત જાણીને આઇસીડીએસના પીઓ ઓફીસર સામે પગલા લેવાના જો થશે તો કેવા પગલા લેવામાં આવશે? ખાલી નોટીસ આપી સંતોષ માની લેવાશે કે પછી કડક કાર્યવાહી કરાશે?

તેવી બાબતોની ચર્ચાઓ થઇ રહી છે ઉપરાંત જો પીઓ ઓફીસરને દોષીત ગણીને જો બદલી કરવામાં આવશે તો તેને તો ‘ભાવતુ હતુ ને વૈદ્યે કિધુ’ જેવો ઘાટ સર્જાશે કારણકે કર્મચારીઓમાં થતા ગણગણાટથી એ ચોક્કસ જાણવા મળે છે કે મેડમને બદલી જોતી હોવાથી આવા વર્તનો કરવામાં આવી રહ્યા છે.

પણ જો બદલી કરવામાં આવે તો બીજા કર્મચારીઓમાં પણ ઉંધો મેસેજ જઇ શકે કારણકે બધા એવુ વિચારવા લાગે કે જો બદલી કરવી હોય તો આપણે પણ મેડમ જેવુ વર્તન કરી નાખીએે. માટે આવુ ન થાય તે પણ એ વિચારવાનો વિષય જ છે.

પ્રમુખે ફરીયાદો તેની ઓફીસમાં બંધ બારણે સાંભળવાની તૈયારી બતાવતા હવે કર્મચારીઓમાં હિંમત વધી છે અને અધીકારીઓ વિરૂધ્ધ હવે ફરીયાદોના ઢગલા થઇ જશે એ વાત નકારી પણ શકાય તમ નથીં. બીજી વાત કરીએ તો જી.પંચાયતના પ્રમુખે પગલા લેવા જણાવ્યું છે પણ હજુ સુધી ડીડીઓ કોઇ એક્શન મોડમાં આવ્યા

નથી કદાચ એ આ વાતથી અજાણ હશે એવુ લાગી રહ્યું છે. આગામી દિવસોમાં ડીડીઓ અધીકારીને છાવરશે કે પછી કોઇ કડક પગલા લેશે તે જોવાનું રહ્યું. અત્યાર સુધી ઉપરી અધીકારીઓનું દબાણ

Read About Weather here

એટલા પ્રમાણમાં હતું કે કર્મચારી સાથે ગમે તે બન્યું હોય તો પણ બહાર વાત કરી શકતા ન હતા પણ હવે ધીમે ધીમે જુની વાતો પણ બહાર આવશે અને કોને શુ પરાક્રમ કર્યા હતા તે પ્રમુખ પણ જાણશે(4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here