ડિમોલિશનનાં કરુણ દૃશ્યો…!

ડિમોલિશનનાં કરુણ દૃશ્યો...!
ડિમોલિશનનાં કરુણ દૃશ્યો...!
ટાઉન પ્લાનીંગ વિભાગના જણાવ્યા મુજબ 14 હજારથી વધુ ચોરસ મીટરની જગ્યા ડીમોલેશન અંતર્ગત ખુલ્લી કરવામાં આવી છે. કુલ 74 જેટલા મકાનોનું ડીમોલેશન કરી 42 કરોડ રૂપિયાની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આજે કોઠારીયા વિસ્તારમાં વહેલી સવારથી જ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન હાથ ધરાયું હતું. જેમાં એક મહિલાના કાંખમાં માસૂમ બાળક રડી રહ્યું હતું અને માતા પોતાના ઘરને નજર સામે પડતું જોઈ રહી હતી.

જ્યાં તેણે જણાવ્યું હતું કે, સરકાર અમારો વર્ષો જૂનો આશરો છીનવી રહી છે.વર્ષોથી આ મામલે રહીશો અને મનપા વચ્ચે કેસ ચાલી રહ્યો હતો. જે કેસ અંતર્ગત હાઇકોર્ટ દ્વારા આખરે મંજૂરી આપવામાં આવતા મનપા દ્વારા તમામ મકાનો પાડી નાખવામાં આવ્યા છે.

પોતાના મકાનો કાયમી માટે પાડી નાખવામાં આવતા સ્થાનિકો રોષે ભરાયા હતા. સ્થાનિક લોકોનું કહેવું હતું કે સરકાર દ્વારા એક તરફ ભિક્ષુકોને આશરો આપવામાં આવી રહ્યો છે તો બીજી તરફ અમારા વર્ષો જૂનો આશરો છીનવી લેવામાં આવ્યો છે.

ત્યારે તંત્ર દ્વારા અમારા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે વેપાર-ધંધા મંદીના માહોલમાં ગરકાવ છે તેવામાં મકાનનો આશરો પણ છીનવાઈ જતાં હવે જીવવું મુશ્કેલ બનશે.

Read About Weather here

રાજકોટના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આજે કોઠારીયા વિસ્તારમા ટીપી રોડને લઈને 74 મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે. મનપાના જણાવ્યા મુજબ, અગાઉ પણ આ લોકોને જાણ કરવામાં આવી હતી. પરંતુ મકાન અને દુકાનો ખાલી કરાયાં નહોતાં, પરંતુ હાલ રસ્તા પર સ્થાનિકોએ સામાન મૂકી દીધો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here