CMની મોટી જાહેરાત…!

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ચન્નીએ ગુરુવારે રાજ્યમાં ખેડૂતો પર કૃષિ બિલના વિરોધમાં થયેલી ફરિયાદો રદ કરવાની પણ જાહેરાત કરી છે. પંજાબમાં 2022માં થનારી વિધાનસભા ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમણે કહ્યું છે કે, રાજ્યમાં ખેડૂતોની 2 લાખ સુધીની લોન માફ કરવામાં આવશે. તે માટે સરકારે રૂ. 1200 કરોડ રૂપિયાની રકમ જાહેર કરી છે.ચન્ની સરકારની આ યોજનાના કારણે જેમની પાસે 5 એકર સુધીની જમીન છે તેવા 1.09 લાખ નાના અને સીમાંત ખેડૂતોને લાભ મળવાની શક્યતા છે.

રાજ્ય સરકાર પહેલાં જ 5.63 લાખ ખેડૂતોને 4,610 કરોડ રૂપિયાનું દેવુ માફ કરી ચૂકી છે. એક ઓફિશિયલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેમાં 1.34 લાખ નાના ખેડૂતોને 980 કરોડ રૂપિયાની રાહત મળી છે. જ્યારે 4.29 લાખ સિમાંત ખેડૂતોને 3,630 કરોડ રૂપિયાની કર માફીનો લાભ મળ્યો હતો.

સંયુક્ત કિસાન મોર્ચાની વધુ એક માંગણીને સ્વીકારતા ચન્નીએ પંજાબ પોલીસ દ્વારા તે ખેડૂતો સામે નોંધેલી એફઆઈઆર રદ કરવાની જાહેરાત કરી છે જેમણે રાજ્યમાં કૃષિ કાયદાના વિરોધમાં 31 ડિસેમ્બર સુધી વિરોધ પ્રદર્શન કર્યા હતા.

તે સાથે જ મુખ્યમંત્રીએ જાહેરાત કરતાં કહ્યું છે કે, સરકાર પાંચ એકર જમીન પર એક નવું સ્મારક બનાવશે. જે ખાસ કરીને ખેડૂત આંદોલન અને તેમના બલિદાનને સમર્પિત હશે. તેમણે કહ્યું કે, આ સ્મારક વધારે મહત્વનું છે કારણ કે તે લોકતંત્રની સર્વોચ્ચતા દર્શાવશે અને

ખેડૂત આંદોલન દરમિયાન શાંતિપૂર્ણ આચરણની ઝલક તેમાં દેખાશે. તેમણે ખેડૂતોના શાંતિપૂર્ણ આંદોલનને પ્રદર્શિત કરવા માટે સ્મારક બનાવવા સંયુક્ત કિસાન મોર્ચા પાસેથી સમર્થન અને સહયોગ માંગ્યો છે.

Read About Weather here

મુખ્યમંત્રીએ પંજાબના ખેડૂતોના એક સમૂહ સાથે બેઠક કર્યા પછી પત્રકારો સાથે વાત કરતાં આ પ્રમાણેની જાહેરાત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here