મતદારોમાં પ્રચંડ રોષનો માહોલ…!

મતદારોમાં પ્રચંડ રોષનો માહોલ...!
મતદારોમાં પ્રચંડ રોષનો માહોલ...!
જિલ્લાની 156 ગ્રામ પંચાયતની ચુંટણી બેલેટથી યોજવામાં આવ્યા બાદ તેની મતગણતરી ગત મંગળવારના રોજ યોજવામાં આવી હતી ત્યારે મતપેટીઓમાંથી નિકળતી ચિઠ્ઠીઓમાં લખાણ અને બેલેટ પેપર ઉપર માતાજીના નામના લખાણથી રમુજ બની રહેતી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આ ગધેડાઓએ ગામના પાંચ વર્ષ બગાડ્યા સહિતના લખાણવાળી ચિઠ્ઠીઓ મતપેટીઓમાંથી નીકળતા ગણતરી કરતા કર્મચારીઓ માટે રમૂજ બની રહી હતી. ઉપરાંત બેલેટની ઉપર મોટી ચોકડી મારેલી તેમજ માતાજીનું નામ લખેલું હોવાથી મત રદ કરાયા હતા.

જિલ્લાના એક ગામની પેટીમાંથી ચિઠ્ઠી નિકળી કે આ ગધેડાઓએ ગામના પાંચ વર્ષ બગાડ્યા છે.

જ્યારે અન્ય એક પેટીમાંથી નિકળેલા બેલેટ પેપરની ઉપર પેનથી મોટી ચોકડી મારેલી હતી. આથી મતદારે પોતાનો રોષ આ રીતે વ્યક્ત કર્યો હોવાની ચર્ચા મતગણતરીની કામગીરી કરી રહેલા કર્મચારીઓમાં જોવા મળતી હતી.

આ ઉપરાંત ગ્રામ પંચાયતની ચુંટણીમાં સરપંચ માટે રૂપિયા 15000ની ખર્ચ મર્યાદા નક્કી રાજ્યના ચૂંટણી પંચે કરી હોવાની જાણકારી સરપંચના ઉમેદવારોને જાણકારી આપી હતી.

આથી મતગણતરી વખતે પરિણામ આવી ગયા બાદ ગણતરીની કામગીરી કરી રહેલા કર્મચારીઓને સરપંચના ઉમેદવારો રૂપિયા 15000ની ગ્રાન્ટ સરકાર ક્યારે આપશે તેવી માંગણી કરતા કર્મચારીઓમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

આથી મતગણતરીની કામગીરી કર્મચારીઓને થકવી નાખનાર બની રહી હતી. પરંતુ તેની સાથે સાથે આવા કિસ્સાઓથી રમૂજ થતાં રાહત રહેતી હતી. આમ આ વખતની મતગણતરી દરમિયાન કર્મચારીઓને મતપેટીમાંથી

Read About Weather here

અવનવા લખાણવાળી ચિઠ્ઠીઓ મળી આવી હતી. જેના કારણે મત ગણતરી કરનારાઓમાં રમૂઝ ફેલાઈ હતી.જોકે અમુક મતપેટીઓમાંથી રૂપિયા 10ની નોટો નીકળી હોવાનું કર્મચારીઓમાં ચર્ચા જોવા મળતી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here