પ્રજાની વેદનાને વાચા આપવા કોંગ્રેસની અનોખી મોક ધારાસભા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

પેપરલીક કાંડ સહિતનાં મુદ્દાઓ પર સરકાર પર કટાક્ષ ભર્યા પ્રહારો: ગાંધીનગરમાં કોંગ્રેસનો નોખો અને અલગ પ્રકારનો રોચક વિરોધ કાર્યક્રમ
સ્પીકર પદે બેસાડેલા નેતાનાં વારંવાર બુમબરાડા, અરે ગુંડાઓ બોલાવો ગુંડાઓ…વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ કરવાની સતત ધમકીઓ!!

ગુજરાતની પ્રજાના અનેક અણઉકેલ પ્રશ્નો ઉજાગર કરવા અને લોકોની વેદનાને વાચા આપવા માટે આજે ગાંધીનગર ખાતે કોંગ્રેસ દ્વારા મોક એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું હતું

Visit Saurashtra Kranti Homepage here

અને આ નવતર વિરોધ કાર્યક્રમમાં રાજ્ય સરકાર પર ભારે કટાક્ષ ભર્યા પ્રહારો કરવામાં આવ્યા હતા. પેપરલીક કાંડથી માંડીને આમ જનતાને નડતા અનેક મુદ્દાઓ વિશે સરકારની ભારે ઝાટકણી કાઢવામાં આવી હતી.

આ વિલક્ષણ વિરોધ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા વિપક્ષનાં નેતા સુખરામ રાઠવા અને કોંગ્રેસનાં તમામ ધારાસભ્ય જોડાયા હતા અને મોક વિધાનસભાનું રસપ્રદ અને ખૂબ જ રોમાંચક સંચાલન કર્યું હતું.

સ્પીકર પદ પર બેસાડવામાં આવેલા એક સભ્યનાં વાણી વિધાનોથી તો હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. મોક સ્પીકર સતત બરાડા પાડીને એવું કહેતા હતા કે અરે ગુંડાઓ બોલાવો ગુંડા… આજે તો તમામ વિપક્ષી સભ્યોને સસ્પેન્ડ જ કરી દેવા છે.

વિપક્ષ બનેલા કોંગ્રેસનાં સભ્યોએ લોકોનાં પ્રશ્નો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો પણ વિધાનસભામાં કોઈએ કશું સાંભળ્યું ન હતું. મોક એસેમ્બલીમાં વિપક્ષી સભ્યોએ દેકારો કર્યો હતો કે સરકાર કોઈ પ્રશ્નનાં જવાબ આપતી જ નથી.

સામેથી સરકારની મોક પાટલીઓ પરથી વળતા એવા વિધાનો થતા સંભળાયા હતા કે,જો ગુજરાતમાં રહેવું હોય તો શાંતિથી બેસો કશું બોલવાની જરૂર નથી. આ રીતે મોક ધારાસભાની સમગ્ર કાર્યવાહી કરીને કોંગ્રેસે હળવી શૈલીમાં પ્રજાનાં ગંભીર પ્રશ્નોને વાચા આપવાનો

અને સરકારની જવાબ આપવાની આનાકાનીની રમત ઉઘાડી પાડવાનો ઉમદા પ્રયાસ કર્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી પેપરલીક સહિતનાં મુદ્દાઓ પર ગુજરાત કોંગ્રેસ આક્રમક મિજાજ બતાવી રહી છે.

ગઈકાલે પણ પેપરલીક કાંડનાં મુદ્દા પર રાજ્યમાં ઠેર-ઠેર બાઈક રેલી કાઢવામાં આવી હતી અને ગૌણ સેવા પસંદગી મંડળનાં ચેરમેન અસિત વોરાનાં રાજીનામાંની જોરદાર માંગણી કરવામાં આવી હતી. કોંગ્રેસે ઠેર-ઠેર ધરણા કાર્યક્રમોનું પણ આયોજન કર્યું હતું.

ધરણાનાં તમામ કાર્યક્રમોમાં પોલીસ કાર્યક્રમનાં પ્રારંભે જ પહોંચી ગઈ હતી અને કોંગ્રેસનાં કાર્યકરોને ધરણા સ્થળેથી ઉઠવા માટે મજબુર કરી દીધા હતા. અનેક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી અને ધરણા વિખેરી નાખવામાં આવ્યા હતા.

Read About Weather here

આ રીતે કોંગ્રેસ રસ્તા ઉપર આવીને લોક સમસ્યાઓને વાચા આપવાના શક્ય તમામ પ્રયાસો કરી રહી છે. એ હેતુ સાથે જ આજે ગાંધીનગરમાં મોક એસેમ્બલીનો રસપ્રદ વિરોધ કાર્યક્રમ યોજાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here