બાળકોને કોરોના રસી મુકવા વિદેશ ધસી રહેલા ગુજરાતી પરિવારો

બાળકોને કોરોના રસી મુકવા વિદેશ ધસી રહેલા ગુજરાતી પરિવારો
બાળકોને કોરોના રસી મુકવા વિદેશ ધસી રહેલા ગુજરાતી પરિવારો

અનેક પરિવારો જે અમેરિકા વગેરે દેશોમાં પહોંચી સંતાનોને રસી મુકાવી: અમદાવાદ અને રાજ્યનાં ખમતીધર પટેલ અને બ્રહ્મભટ્ટ પરિવારોની વિદેશ ભણી દોડ

અમદાવાદ, સુરત, નડિયાદ, આણંદ, ભરૂચ વગેરે અનેક શહેરોનાં ખમતીધર ગુજરાતી પરિવારો એકાએક વિદેશની દોડ લગાવવાનું શરૂ કર્યું છે. અમેરિકા ધસી રહેલા આ પરિવારોની વિદેશ યાત્રા ધંધા-વેપાર કે સામાજીક પ્રસંગો માટે નથી બલ્કે પોતાના સગીર સંતાનોને કોરોના રસી મુકાવા માટે આ પરિવારો અમેરિકા ભણી

Visit Saurashtra Kranti Homepage here

અને અન્ય દેશો તરફ ધસી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સંતાનોને લઈને રસીકરણ કરાવવા અમેરિકા પહોંચેલા પરિવારોમાં મોટાભાગે પટેલ અને બ્રાહ્મભટ્ટ પરિવારો છે. કેટલાક પરિવારોનાં સંતાનો તો જન્મે અમેરિકાનાં જ નાગરિક ગણાય છે. આથી વેક્સિન લેવામાં એકદમ આસાની થઇ રહી છે.

તાજેતરમાં અમેરિકાથી અમદાવાદ પરત ફરી રહેલા રાજદીપ બ્રહ્મભટ્ટ અને પત્ની સિધ્ધિએ જણાવ્યું હતું કે, અમે અમારા પાંચ વર્ષનાં જોડિયા બાળકો સર્વ અને સત્વને કોરોના રસી મુકાવા માટે અમેરિકાનો પ્રયાસ કર્યો હતો અને 19 દિવસ રોકાયા હતા.

ભારતમાં હજુ બાળકોનું રસીકરણ શરૂ થયું નથી. એટલે અમારા સંતાનોને સુરક્ષિત રાખવા માટે અમેરિકા સુધી જવાની અમને ફરજ પડી છે.આ દંપતીએ જણાવ્યું હતું કે, શાળાઓ પણ ખુલી રહી છે. અમારા સંતાનોને પણ હવે વર્ગખંડોમાં મોકલવાના છે એટલે એમની સલામતી સુનિશ્ચિત થાય એ જરૂરી છે.

અમેરિકા જનાર આ એક માત્ર પરિવાર નથી. અનેક પરિવારો અને ખાસ કરીને ધનવાન ગુજરાતી પટેલ પરિવારો સંતાનોનાં ભવિષ્ય ખાતર અમેરિકા દોડી રહ્યા છે. સુરતનાં જાણીતા હિરા વેપારી અભિષેક પટેલ તો એમના પુત્ર રુદાન માટે રસી લેવા ઇઝરાયેલ પહોંચી ગયા હતા.

6 વર્ષનાં બાળકને લઈને અભિષેક અને એમના પત્ની શિવાની તેલઅવિવ પહોંચ્યા હતા અને રસી મુકાવી હતી. આ પ્રવાસ માટે એમણે અઢી લાખ ખર્ચી નાખ્યા હતા. હવે 7 મહિના પછી બુસ્ટર ડોઝ માટે દંપતી ફરી ઇઝરાયેલ જશે. તેમણે કહ્યું હતું કે હવે અમારો પુત્ર શાળાએ જઈ શકશે.

એટલે જે ખર્ચ કર્યો તે લેખે લાગશે.કેટલાક પરિવારો સંતાનોને રસી મુકાવવા દુબઈ પણ પહોંચી ગયા છે. તેઓ ખાસ વેક્સિન વેકેશન માટે દુબઈ પહોંચ્યા છે અને બાળકોને રસી મુકાવી રહ્યા છે.

Read About Weather here

ગુજરાતમાં શાળાઓ શરૂ થયા બાદ કોરોનાનાં કેસો શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યા છે. આથી અવ ખમતીધર પરિવારો સંતાનોનાં હિત અને સુરક્ષા ખાતર અલગ-અલગ દેશોમાં જઈને જ્યાં સગવડ છે ત્યાં એમના સંતાનોને રસી મુકાવી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here