અમે હત્યારા નથી કહી માતા, પિતા, પુત્રનો આપઘાત…!

અમે હત્યારા નથી કહી માતા, પિતા, પુત્રનો આપઘાત...!
અમે હત્યારા નથી કહી માતા, પિતા, પુત્રનો આપઘાત...!
એસપીએ કહ્યું કે, પોલીસે મૃતકના ભત્રીજા નરેશ પુત્ર બલરાજની ફરિયાદના આધારે આ કેસમાં તપાસ શરૂ કરી છે. તેમણે જણાવ્યું કે, મૃતકોની ઓળખ ૪૮ વર્ષીય ઓમ પ્રકાશ, ૪૫ વર્ષીય કમલેશ અને તેમના ૨૦ વર્ષીય પુત્ર સોનુ તરીકે કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

હરિયાણાના જીંદના નરવાના ગામના ધનૌરી ગામના એક ઘરમાંથી પિતા, માતા અને પુત્રના મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતા. આ ચોંકાવનારી ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. બીજી તરફ, માહિતી મળતાં જ એસપી નરેન્દ્ર બિજરાનિયા અને એએસપી કુલદીપ સિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા

અને ત્રણેયના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા હતા.એસપીએ જણાવ્યું કે, આત્મહત્યા કરતા પહેલા ત્રણેયએ એક સુસાઈડ નોટ અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યો છે. જે તપાસીને પોલીસ આ મામલે આગળની કાર્યવાહી કરશે.

મરતા પહેલા ૪૮ વર્ષીય ઓમપ્રકાશ, તેમની ૪૫ વર્ષીય પત્ની કમલેશ અને ૨૦ વર્ષીય પુત્ર સોનુએ પોલીસ પર અનેક સવાલો ઉઠાવ્યા છે. આ સિવાય સુસાઈડ નોટમાં લખ્યુ છે કે હું, મારા માતા-પિતા હત્યારા નથી.

Read About Weather here

તેમજ નન્હુની હત્યા કોણે કરી તે અમે જાણતા નથી.બીજી તરફ, સંબંધીઓનું કહેવું છે કે, ગઢી પોલીસ સ્ટેશનના પ્રભારી પવન કુમારે અન્ય જૂથ સાથે મળીને આ પરિવારને ખોટા કેસમાં ફસાવવા માટે એટલો ત્રાસ આપ્યો કે તેઓએ છૂટકારો મેળવવાનું યોગ્ય માન્યું. પોલીસની બર્બરતાથી કંટાળીને જ પોતાનો જીવ આપી દીધો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here