આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર પર

મેષ

(જેનું નામ અ, , ઈ થી શરૂ થાય છે)

આજના દિવસની શરૂઆતમાં જ તમારા મહત્ત્વપૂર્ણ કાર્યોની રૂપરેખા બનાવી લો. પરિસ્થિતિઓ તમારા પક્ષમાં છે. તમારા સંપર્ક સૂત્રો તથા મિત્રો સાથે મુલાકાત લાભદાયી રહેશે.વ્યક્તિગત કામ વધારે રહેવાના સાથે થોડો સમય ઘરના લોકો માટે પણ કાઢો. તમારા ગુણોનો પોઝિટિવ ઉપયોગ કરો. કોઈપણ ખાસ કામ કરતી  સમયે દરેક સ્તર અંગે વિચારવું.આ સમયે વ્યવસાયને લગતા કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવા યોગ્ય નથી.લગ્નસંબંધોમાં મધુરતા રહેશે.વર્તમાન વાતાવરણના કારણે થોડી સુસ્તી અનુભવ થશે.

Visit Saurashtra Kranti Homepage here

આજના રાશિફળ પર એક નજર પર

વૃષભ

(જેનું નામ બ, , ઉ થી શરૂ થાય છે)

જો પ્રોપર્ટીની ખરીદી કરવાની યોજના ચાલી રહી છે તો તેને લગતો નિર્ણય લેવા માટે સમય અનુકૂળ છે. પારિવારિક સુખ-સુવિધાઓની સામગ્રી ખરીદવામાં સમય પસાર થશે.ખોટી ગતિવિધિઓમાં ખર્ચ રહેવાના કારણે સમસ્યા આવી શકે છે, આ વાતનું ધ્યાન રાખો. ઘરના કોઈ વ્યક્તિના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહેશે.વેપારમાં થોડી નવી સફળતા તમારી રાહ જોઈ રહી છે.પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.અસંતુલિત ભોજન અને દિનચર્યાને વ્યવસ્થિત રાખો.

આજના રાશિફળ પર એક નજર પર

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

આજે અચાનક જ કોઈ એવા વ્યક્તિ સાથે મુલાકાત થશે જે તમારા માટે ફાયદાકારક રહેશે. માત્ર વિશ્વાસ અને મહેનત કરવાની જરર છે. કોઈ પારિવારિક આયોજનને લગતી યોજના બની શકે છે.કોઈ નજીકના મિત્ર સાથે થોડા મનમુટાવની સ્થિતિ થવાની શક્યતા છે. તેની અસર તમારી ઊંઘ અને માનસિક શાંતિ ઉપર પણ પડી શકે છે. કોઈપણ પરેશાનીમાં અનુભવી વ્યક્તિની સલાહ લો.સમય અનુકૂળ છે. માર્કેટિંગને લગતી જાણકારી તમારા વેપાર માટે સારી રહેશે.પતિ-પત્નીના સંબંધોમાં મીઠો વિવાદ થઈ શકે છેસ્વાસ્થ્ય સારું રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

તમારી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ સમય છે. ભરપૂર કોશિશ કરો. સંતાનના કરિયરને લગતી કોઈ સમસ્યા મહત્ત્વપૂર્ણ વ્યક્તિની મદદથી ઉકેલવામાં સફળતા મળશે.જો કોઈ પારિવારિક સમસ્યા ચાલી રહી છે તો તણાવની જગ્યાએ શાંતિથી તેનો ઉકેલ શોધવો. ધનને લગતી લેવડદેવડ ન કરો તો સારું રહેશે.કાર્યક્ષેત્રમાં તમારા પબ્લિક રિલેશનને વધારે મજબૂત બનાવો.ઘરમાં સુખમય અને અનુશાસન પૂર્ણ વાતાવરણ રહેશે.સ્વાસ્થ્ય ઠીક રહેશે

આજના રાશિફળ પર એક નજર પર

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમારી યોજનાઓને શરૂ કરવા માટે સમય યોગ્ય છે. કોઈ ધાર્મિક સંસ્થા સાથે જોડાવવું તથા સહયોગ કરવો તમને માનસિક સુકૂન આપશે.યુવાઓને પોતાના કોઈ કાર્યમાં વિઘ્ન આવવાની શક્યતા છે. ચિંતા ન કરો અને ફરીથી પોતાની એનર્જીને એકઠી કરીને પોતાનું કામ કરો. ધનને લગતા મામલાઓ થોડા ધીમા પડી શકે છે.વ્યાપારિક ગતિવિધિઓને ગતિ આપવાનો યોગ્ય સમય છે.લગ્નજીવન મધુર અને સુખમય રહેશે.ઉધરસ અને ગળાને લગતી તકલીફ રહી શકે છે.

આજના રાશિફળ પર એક નજર પર

કન્યા

(જેનું નામ પ, , ણ થી શરૂ થાય છે)

લાભદાયક પરિસ્થિતિ બની રહી છે. બધા કાર્યો યોગ્ય રીતે સંપન્ન થશે. કોઈ આધ્યાત્મિક સ્થળે થોડો સમય પસાર કરવાથી આત્મિક શાંતિ મળી શકે છે. ફાયનાન્સને લઈને અટવાયેલું કામ આજે પૂર્ણ થઈ શકે છે.કોઈ નજીકના સંબંધીની સમસ્યાનો ઉકેલ લાવવામાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. જેથી તમારા વ્યક્તિગત કાર્યોમાં થોડા વિઘ્ન આવી શકે છે. આ સમયે લાભને લગતી ગતિવિધિઓમાં ખામી રહેશે.કાર્યક્ષેત્રમાં આંતરિક વ્યવસ્થામાં સુધાર લાવવો જરૂરી છે.પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.સ્વાસ્થ્ય સારુ રહેશે

આજના રાશિફળ પર એક નજર પર

તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

આ સમયે આર્થિક પક્ષ પહેલા કરતા વધારે સુદઢ રહેશે. થોડા સમયથી ચાલી રહેલી ચિંતાઓથી પણ રાહત મળી શકે છે. જે કામ છેલ્લાં થોડા સમયથી અટવાયેલું હતું, આજે તેના પૂર્ણ કરવાનો સમય છે.થોડા નજીકના લોકો ઈર્ષ્યાની ભાવનાથી તમારું નુકસાન કરવાની કોશિશ કરી શકે છે. આવા લોકોની ચિંતા ન કરો તથા અંતર જાળવી રાખો. આવેશ અને ગુસ્સા ઉપર કાબૂ રાખો.વ્યવસાયમાં થોડા નવા કરાર પ્રાપ્ત થઈ શકે છે.પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.સિઝનલ બીમારીઓથી સાવધાન રહો.

આજના રાશિફળ પર એક નજર પર

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

પ્રોપર્ટી કે વાહનને લગતી ખરીદીની યોજના બનશે. સાથે જ ખરીદી શક્ય છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાને લગતી કોઈ પરીક્ષામાં પરિણામ યોગ્ય પ્રાપ્ત થશે. વધારે મહેનતની જરૂરિયાત રહેશે.અચાનક જ કોઈ એવો ખર્ચ સામે આવશે જેના ઉપર નિયંત્રણ શક્ય નથી. બાળકોના વ્યવહાર અને હરકતો તમારી ચિંતાનું કારણ બની શકે છે. સમસ્યાનું સમાધાન શાંતિથી શોધવાની કોશિશ કરોવેપારમાં વિસ્તાર માટે થોડી નવી યોજના ઉપર ચર્ચા વિચારણાં થશે.પતિ-પત્નીના એકબીજાના તાલમેલમાં થોડી ખામી રહેશે.વાયુ અને પેટને લગતી થોડી પરેશાની રહેશે.

આજના રાશિફળ પર એક નજર પર

ધન

(જેનું નામ ભ, , , ઢ થી શરૂ થાય છે)

ગ્રહ ગોચર પોઝિટિવ રહેશે, તેનો યોગ્ય ઉપયોગ કરો. જે કામ છેલ્લા થોડા સમયથી અટવાયેલું હતું આજે તે થોડી કોશિશમાં સફળ થઈ શકે છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે પૂર્ણ ધ્યાન રાખશે.ભાવુકતા અને ઉદારતા જેવી નબળાઈ ઉપર વિજય મેળવવો અતિ જરૂરી છે. કેમ કે તેના કારણે થોડા લોકો તમારો ફાયદો ઉઠાવી શકે છે. સોશિયલ મીડિયા અને ખરાબ મિત્રો તમારો સમય ખરાબ ન કરે તેનું ધ્યાન રાખો.વેપારમાં કોઈપણ નવું રોકાણ કરતા પહેલાં યોગ્ય તપાસ કરી લોપરિવારમાં એકબીજા સાથે પ્રેમ જળવાયેલો રહી શકે છે.કોઈપણ પ્રકારની ખરાબ આદત કે સંગતથી દૂર રહો

આજના રાશિફળ પર એક નજર પર

મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

ઘરની દેખરેખને લગતું કામ અટવાયેલું છે તો તેને પૂર્ણ કરવાનો યોગ્ય સમય છે. છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓમાં સુધાર આવવાથી તમે પોતાને ઊર્જાવાન અનુભવ કરશો.કોઈ મિત્ર કે સંબંધીની સમસ્યાનું સમાધાનમાં તમારે સમય આપવો જરૂરી છે. રૂપિયાને લગતી મદદ કરવી પડી શકે છે. આર્થિક સ્થિતિને મજબૂત કરવા માટે કોઈ અયોગ્ય કામ હાથમાં લેશો નહીં.વ્યવસાયિક ગતિવિધિઓમાં સુધાર લાવવા માટે આધુનિક જાણકારી લેવી જરૂરી છે.પતિ-પત્નીના સંબંધો વધારે ગાઢ બનશે.વાહન સાવધાની પૂર્વક ચલાવો.

આજના રાશિફળ પર એક નજર પર

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

ઘણાં સમયથી કોઈ ઉધાર આપેલ કે અટવાયેલ રૂપિયા પાછા મળી શકે છે, એટલે કોશિશ કરતા રહો. પ્રોફેશનલ અભ્યાસમાં વિદ્યાર્થીઓ તથા યુવાઓને યોગ્ય સફળતા મળી શકે છે.રૂપિયાને લગતી કોઈપણ લેવડ-દેવડ કરવા માટે સમય યોગ્ય નથી. કોઈની સાથે વાતચીત કરતી સમયે નકારાત્મક શબ્દોનો પ્રયોગ ન કરો. ખાસ કરીને મહિલાઓ પોતાના આત્મસન્માનને જાળવી રાખે.વેપારમાં સ્થિતિમાં સુધાર લાવવા માટે કોશિશ કરવાની જરૂર છે.ઘરના બધા સભ્યો તથા જીવનસાથીનો તમારા પ્રત્યે સહયોગ રહેશે.તમારી દિનચર્યા અને ખાનપાનને વ્યવસ્થિત રાખો.

Read About Weather here

આજના રાશિફળ પર એક નજર પર

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

આ સમયે ગ્રહ સ્થિતિ પૂર્ણ તમારા પક્ષમાં છે. તમે તમારી મહેતન અને પરાક્રમ દ્વારા તમારું કોઈ સપનું પૂર્ણ કરી શકશો. આર્થિક સ્થિતિ પણ સશક્ત રહી શકે છે.આ સમયે અન્ય ઉપર નિર્ભર રહેવાની જગ્યાએ જાતે જ નિર્ણય લો. કોર્ટ કેસને લગતા મામલાઓમાં હાલ કોઈ પ્રકારનું સમાધાન મળવાની આશા નથી.વેપારમાં થોડા પડકારની સ્થિતિ રહી શકે છે.પતિ-પત્ની એકબીજા પ્રત્યે સહયોગની ભાવના રાખશે.પોઝિટિવ રહો અને થોડો સમય પ્રકૃતિના સાનિધ્યમાં પસાર કરો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here