રાજકોટ મનપાનાં બ્રિજનાં તમામ કામો ખરાબ રેકર્ડ ધરાવતી રણજીત બીલ્ડકોન પાસે હોવાનો શહેર કોંગ્રેસનો ધડાકો

રાજકોટ મનપાનાં બ્રિજનાં તમામ કામો ખરાબ રેકર્ડ ધરાવતી રણજીત બીલ્ડકોન પાસે હોવાનો શહેર કોંગ્રેસનો ધડાકો
રાજકોટ મનપાનાં બ્રિજનાં તમામ કામો ખરાબ રેકર્ડ ધરાવતી રણજીત બીલ્ડકોન પાસે હોવાનો શહેર કોંગ્રેસનો ધડાકો

જ્યાં બ્રિજ બને ત્યાં તૂટી જવાનો નકારાત્મક રેકર્ડ ધરાવતી એજન્સી સામે લાલબતી ધરતી શહેર કોંગ્રેસ: સાવચેતીના પગલાની અપીલ
અમદાવાદમાં જેવા બનાવ બન્યા એવા રાજકોટમાં ન બને : વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીની રજૂઆત

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિકસતા જતા મહાનગરનાં ટ્રાફિક પ્રશ્નો હલ કરવા માટે અલગ-અલગ જગ્યાએ બ્રિજ બનાવવાના જે કામ ચાલી રહ્યા છે તે એક જ એજન્સી પાસે છે. પણ ખાટલે મોટી ખોટ એ છે કે, જે એજન્સી હસ્તક રાજકોટનાં બ્રિજનું નિર્માણ કાર્ય છે

Visit Saurashtra Kranti Homepage here

એ એજન્સીનાં બનેલા પુલ થોડા સમયમાં તૂટી જતા હોવાના દાખલા બન્યા છે. જેની સામે મનપાનાં વિપક્ષી નેતા અને મહિલા કોંગ્રેસ અગ્રણી ભાનુબેન સોરાણીએ લાલબતી ધરી છે.

રાજકોટમાં નવા પુલ તૂટી ન પડે એ રીતે નક્કર બાંધકામ થાય અને કોઈ જાનહાની ન થાય એ માટે વખતો વખત સઘન અને ઊંડું ચેકિંગ કરવા તથા અગમચેતીનાં જરૂરી પગલા લેવા ભાનુબેન સોરાણીએ મ્યુ.કમિશનરને લેખિત જોરદાર રજૂઆત કરી છે.

જાણવા મળ્યા મુજબ રાજકોટમાં અત્યારે જેટલા બ્રિજનાં કામ ચાલે છે. એ તમામનો કોન્ટ્રાકટ રણજીત બીલ્ડકોન એજન્સી પાસે છે. આજીડેમ પાસે જે ઓવર બ્રિજ તૂટી પડ્યો હતો એ બ્રિજની કામગીરી પણ આ એજન્સીએ જ કરી હતી.

એ બાબત તરફ કોંગ્રેસે ધ્યાન દોર્યું છે. કોંગ્રેસે એવી ચોંકાવનારી રજૂઆત પણ કરી છે કે, અમદાવાદમાં ગઈકાલે જ એક બ્રિજ તૂટી પડ્યો હતો. ત્યારે રાજકોટમાં પણ બ્રિજ તૂટવાનો રેકર્ડ ધરાવતી એજન્સીને જ શહેરનાં તમામ કામની લ્હાણી કરી દેવામાં આવી છે ત્યારે મનપા તંત્રએ ઝીણવટ ભરી નજર રાખવી જોઈએ.

ભાનુબેન સોરાણીએ મ્યુ.કમિશનરને પાઠવેલા પત્રમાં દર્શાવ્યું છે કે, રણજીત બીલ્ડકોન એજન્સી દ્વારા રાજકોટનાં કે.કે.વી ચોક, જડુંસ બ્રિજ, નાનામવા બ્રિજ, રામદેવ બ્રિજ સહિતનાં કામો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં આજીડેમ પાસે એક બ્રિજ ધરાશાયી થઇ ગયો હતો.

અમદાવાદમાં ગઈકાલે એક બ્રિજ ધસી પડ્યો છે. એટલે રાજકોટમાં એક જ એજન્સી તમામ બ્રિજનું નિર્માણ કરી રહી હોવાથી અમદાવાદ જેવા બનાવ ન બને અને નિર્દોષોને જાનહાની ન થાય એ જોવું જોઈએ.

અહીં જેટલા બ્રિજનાં નિર્માણ કાર્ય ચાલે છે એ તમામ સ્થળે મટીરીયલ ટેસ્ટીંગ થવું જોઈએ અને કામકાજ ગુણવત્તા મુજબ થાય છે કે કેમ એ જોવાની મનપા તંત્રએ તકેદારી રાખવી જોઈએ.

ભાનુબેન સોરાણીનાં રજૂઆતને પગલે સમગ્ર શહેરમાં આ મુદ્દો જબરી લોકચર્ચાનો વિષય બની ગયો છે. તમામ જાહેર બાંધકામો જે તાજેતરમાં થયા છે. એ વિષયનો શહેરીજનોનો અનુભવ બહુ સારો રહ્યો નથી. રસ્તા બને અને બીજે દિવસે ગાબડા પડી જતા દેખાય છે.

એ જ રીતે જ્યાં-જ્યાં આવા પુલ બને ત્યાં એકાએક કાં તો રેલીંગો તૂટી પડે છે અથવા તો બ્રિજમાં વચોવચ મસમોટા ખાડા પડી જતા હોય છે. આ વિશે લોકો મૂંગેમોઢે બધું સહન કરતા રહે છે.

આશ્ચર્યની હદ તો એ છે કે, નવા સવા પુલમાં ખાડા પડી જાય કે તિરાડો પડે ત્યારે જવાબદારઆ એજન્સી સામે કોઈ કડક પગલા લેવામાં આવતા નથી અને વહી રફતારની જેમ કામો ચાલુ રહે છે.

Read About Weather here

લોકો જુના ઘા ભૂલી જાય છે અને નવા ઘા સહન કરવા માટે ફરી પાછા તૈયાર થઇ જાય છે. વિપક્ષી નેતાએ એટલે જ આ મુદ્દો ઉઠાવ્યો છે. ભૂતકાળનું પુર્નરાવર્તન ન થાય એ જોવાની જવાબદારી મનપાનાં પદાધિકારીઓ અને અધિકારીઓની રહે છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here