રાજકોટ: શાકભાજીનાં આસમાને પહોંચતા ભાવથી લોકો ત્રાહિમામ

રાજકોટ: શાકભાજીનાં આસમાને પહોંચતા ભાવથી લોકો ત્રાહિમામ
રાજકોટ: શાકભાજીનાં આસમાને પહોંચતા ભાવથી લોકો ત્રાહિમામ

શિયાળો આવ્યો છે અને જમાવટ કરી રહ્યો છે. ત્યારે રાજકોટની બજારોમાં આવતો શાકભાજીનો પુરવઠો આમ જનતા માટે વધુને વધુ દોહીયલો થતો જાય છે. કેમકે ટમેટા હોય કે બટાકા, રીંગણા હોય કે લીલી ડુંગળી, કાંદા હોય કે કેપ્સીકમ દરેક વસ્તુનાં ભાવમાં જબરો ભડકો થઇ ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

એટલે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે શાકભાજી પણ પહોંચથી દૂર જઈ રહી છે. દરેક શાક માર્કેટમાં અને રેકડી-ગલ્લાઓ પર શાકભાજીનાં ભાવ ક્યાંય નિશ્ર્ચિત હોતા નથી. દરેક વેપારી અને રેકડી-ગલ્લાવાળો મનફાવે તેવી રીતે ભાવ વસુલતા દેખાઈ છે

અને સવારે-સાંજે શાકભાજી લેવા નીકળેલી ગૃહિણીઓની હાલત જોવા જેવી થઇ જાય છે અને ભાવ સાંભળીને એમના મોઢામાંથી રાડ નીકળી જાય છે. શાકભાજીનાં ભાવોને લાગે વળગે છે ત્યાં સુધી જથ્થાબંધ અને લોકલ વિક્રેતાઓ વચ્ચે એવી સાંઠગાંઠ રચાય છે

કે, લોકોનાં રસોડા સુધી સસ્તા શાકભાજી પહોંચવા દેતા નથી. રેકડી હટાવવા, દબાણો દૂર કરવા કે ભેળસેળ ચકાસવા છાશવારે શહેરમાં દોડાદોડ કરતી જવાબદારી સરકારી વિભાગોની

Read About Weather here

ટુકડીઓને શાકભાજીનાં વેપારીઓ અને લારી-ગલ્લાઓવાળા દ્વારા ચલાવવામાં આવતી ખુલ્લે આમ લૂંટફાટ દેખાતી નથી. કોઈપણ પ્રકારે તાત્કાલિક ભાવબાંધણું કરવામાં આવે એ જરૂરી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here