અસિત વોરા રાજીનામું આપે

અસિત વોરા રાજીનામું આપે
અસિત વોરા રાજીનામું આપે

પેપરલીક કૌભાંડ મુદ્ે કોંગ્રેસ આક્રમક
કોંગ્રેસની માંગ: પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને વ્યાજબી વળતર આપવામાં આવે, પુન:પરીક્ષા ન લેવાઇ ત્યાં સુધી માસિક પ હજાર ચુકવવામાં આવે, હાઇકોર્ટના સિટિંગ જજ મારફત તપાસ કરાવવામાં આવે
શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર અને કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદીની આગેવાની હેઠળ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગથી બહુમાળીભવન સુધી સ્કુટર રેલી કાઢી: રાજકોટ કલેકટરને અપાયું આવેદન પત્ર

હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક થવાના કૌભાંડ મુદ્ે શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગથી બહુમાળી ભવન સુધી સ્કૂટર રેલી કાઢી હતી. રાજકોટ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આવેદનપત્રમાં જણાવ્યું હતું કે. ગુજરાતમાં વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના સામાન્ય બની રહી છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાલમાં લેવાયેલ હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ઘોર બેદરકારી અને લાપરવાહીના કારણે ફુટતા રાજ્યના લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો હાલાકી

અને અરાજકતાનો ભોગ બન્યા છે . રાજ્યના યુવાનોના સરકારી નોકરીઓ મેળવવાના સપનાઓ રોળાયા છે. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ભરતી કેલેન્ડર બહાર પાડીને શિક્ષિત યુવાનોને રોજગારીના સપનાઓ દેખાડવામાં આવે છે,

પરંતુ હકીકતે તેનો અમલ કરવામાં આવતો નથી, ભરતી કેલેન્ડર માત્રને માત્ર ચોપડા પર જ રહી જાય છે.હેડ કલાર્કની પરીક્ષાનું પેપર રૂપિયા 30 લાખમાં વેચાયાનું બહાર આવ્યું છે અને ખાનગી પ્રેસના માણસ દ્વારા પણ રૂપિયા 9 લાખમાં પેપર વેચાયાનું બહાર આવ્યું છે,

તેમછતાં આ અંગે મુખ્યમંત્રી અથવા ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા દ્વારા શિક્ષિત યુવાનો માટે કોઈ સંવેદના વ્યક્ત કરવાની તસ્દી લેવાઈ નથી કે કોઈ બાંહેધરી પણ આપવામાં આવી નથી જે ખૂબ જ દુ:ખદ બાબત છે.

ગૌણ સેવા પસંદગી મંડળ ફકત્ત ભ્રષ્ટાચારીઓ માટે જ કામ કરતું હોય તેવું લાગે છે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મળતિયાઓને પાછલા બારણે ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

સરકાર દ્વારા પહેલાં ત ગ્ર ઘટનાના મુળ સુધી જવાનો પ્રયત્ન કયારેય થયો નથી . ભૂતકાળમાં જેટલી વખત પેપર ફુટવાની ઘટનાઓ બની છે તેમાંથી બોધપાઠ લઈ કૌભાંડના મુળ સુધી પહોંચ્યા હોત તો કૌભાંડકારીઓ ઉપર દાખલો બેસાડી શકાયો હોત પરંતુ તેવું ન થવાના લીધે વારંવાર આવી ઘટનાઓનું પુનરાવર્તન થયા કરે છે.

સરકારના પોતાના પ્રિન્ટીંગ પ્રેસ હોવા છતાં ખાનગી પ્રેસમાં પરીક્ષાઓના પેપર છપાવવાનું શું કારણ છે તે સમજી શકાતું નથી , શું સરકારને પોતાના પ્રેસ પર વિશ્વાસ નથી ? ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ કલાર્કની પરીક્ષાના પેપર છાપવાની કામગીરી જે પ્રિન્ટીંગ પ્રેસને સોંપવામાં આવી છે

તે પ્રિન્ટીંગ પ્રેસની સામે અગાઉ પેપર ફુટવાની ઘટનામાં સંડોવણી સામે આવેલ છે , તેમછતાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસીત વોરા દ્વારા ભૂતકાળમાં પેપર ફુટવાના ગુનાહિત ઈતિહાસ ધરાવતા પ્રિન્ટીંગ પ્રેસને કામગીરી સોંપવામાં આવી છે તે દર્શાવે છે કે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષની ભૂમિકા શંકાસ્પદ છે.

જરાતમાં ભાજપ સરકારના શાસનમાં વર્ષ-2014 માં રેવન્યુ તલાટી , વર્ષ-2015-ચીફ ઓફીસર-પંચાયતી તલાટી, વર્ષ -2018 માં પોલીસ રક્ષક દળ , વર્ષ-2018 શિક્ષકોની ભરતી પુર્વેની કસોટી-ટાટ , વર્ષ-2019 માં બિન સચિવાલય કલાર્ક, વર્ષ 2021-ડીજીવીસીએલમાં વિદ્યુત સહાયકના પેપર ફુટવાની

સાથે તાજેતરમાં હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ફુટયું છે. ગુજરાતમાં ભાજપના શાસનમાં પેપર ફુટવાની ઘટનાઓ વારંવાર બને છે જેના કારણે બરોજગાર યુવાનોને અન્યાય થઈ રહ્યો છે અને સરકાર જેની જવાબદારી છે

તેની સામે કડક પગલાઓ લેવામાં આવતા નથી ત્યારે સરકારની નીતિ અને નૈતિકતા ઉપર અનેક સવાલો ઉભા થાય છે. ગુજરાતમાં 20 લાખ કરતાં વધુ શિક્ષિત બેરોજગારો છે. પેટે પાટા બાંધીને મા – બાપ સંતાનોને ભણાવતા હોય છે .

આજની શિક્ષણ નીતિના કારણે રાજ્યમાં ગરીબ પરીવારોને સંતાનોને ભણાવવા માટે દેવું કરવું પડે છે. નોકરી માટે દિકરા – દિકરીને ટયુશન કલાસમાં મોકલીને વર્ષો સુધી પરીક્ષાઓ અપાવી સરકારી નોકરી મળવાની આશા રાખીને બેઠા હોય છે

Read About Weather here

ત્યારે સરકારની અને ગૌણ સેવા પસંદર્ગો મંડળની મીલીભગતના કારણે આવા આશાસ્પદ યુવાનોના મા – બાપની આશાઓ પર પાણી ફરી વળે છે અને વિદ્યાર્થીઓ પોતે પણ વર્ષો સુધી માનસિક યાતના ભોગવી સતત પરીક્ષાના દબાણમાં રહે છે અને આવા યુવાનો આપઘાત કરવા સુધીના પગલાંઓ ભર્યાના બનાવો પણ સામે આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here