કોરોનાની ત્રીજી લહેર આવશે જ: નિષ્ણાંતોની લાલબતી

કોરોનાની ત્રીજી લહેર આવશે જ: નિષ્ણાંતોની લાલબતી
કોરોનાની ત્રીજી લહેર આવશે જ: નિષ્ણાંતોની લાલબતી

જો કે અગાઉ જેવી તિવ્રતા નહીં હોય, ડરવાનું કારણ નથી

અમેરિકામાં ઓમિક્રોન વાયરસ અને તેના કારણે કોવિડનાં કેસોમાં બેફામ વધારો થઇ રહ્યો હોવાથી ભારતમાં પણ સાવચેતીની આલબેલ વગાડવામાં આવી છે. નિષ્ણાંતોએ લાલબતી ધરી છે કે કોરોનાની ત્રીજી લહેર આવવાનું અનિવાર્ય છે

Visit Saurashtra Kranti Homepage here

પણ અત્યારે ગભરાઈ જવાનું નથી. નિષ્ણાંતો એવી પણ હૈયાધારણા આપી રહ્યા છે કે, ત્રીજી લહેર આવે તો પણ અગાઉ જેવી ઘાતક અને તીવ્ર નહીં હોય.વ્યક્તિદીઠ ચેપનાં પ્રમાણની આરટી ટકાવારીમાં મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં થોડો વધારો થયો છે.

ડો.ગીરીધરબાબુ એ જણાવ્યું હતું કે, આરટી માપદંડ એટલે એક વ્યક્તિ ઓછામાં ઓછી એક વ્યક્તિને ચેપ લગાડે એવી ગણતરીનાં આધારે એવું લાગે છે કે, મહારાષ્ટ્ર, ઉતરાખંડ, બિહાર, મધ્યપ્રદેશ, તમિલનાડુ, આસામ, ઓરિસ્સા, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં આરટી માપદંડમાં વધારો નોંધાયો છે.

હવે ધીમે-ધીમે ઘટાડો નોંધાઈ રહ્યો છે.મંગળવારે દેશમાં કોરોનાનાં 5844 કેસ નોંધાયા હતા અને 80 નાં મોત થયા હતા. પાંચ રાજ્યોમાં કોરોનાનાં કેસો સૌથી વધુ નોંધાઈ રહ્યા છે. જેમાં કેરળ ટોચ પર છે.

નિષ્ણાંતો કહે છે કે આર માપદંડમાં વધારો જરૂર ચિંતાનું કારણ છે પણ વહીવટીતંત્ર ટ્રેસિંગ અને ટેસ્ટીંગ પર વધુ ઝીણી નજર રાખે તો ભયભીત થવાનું હજુ કોઈ કારણ નથી.

Read About Weather here

ત્રીજી લહેર આવતા હજુ થોડા મહિનાઓ નીકળી જશે. જો કે ઓમિક્રોન વાયરસ એકાએક દેખાયો હોવાથી સાગમટે કેસો થવાની શક્યતા વધી જાય છે. એટલે નિષ્ણાંતો સાવચેતીની આલબેલ વગાડી રહ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here