પુત્રવધૂ સામે સાસુની હાર…!

પુત્રવધૂ સામે સાસુની હાર...!
પુત્રવધૂ સામે સાસુની હાર...!
દેલવાડા ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરીમાં શરૂઆતથી જ પુત્રવઘુની પેનલના ઉમેદવારોનો હાથ ઉંચો રહયો હતો. 16 વોર્ડ સભ્‍યોની મતગણતરીમાં અમુક વોર્ડોમાં બંન્‍ને પેનલના ઉમેદવારો વચ્‍ચે હાર-જીતના આંકડો નજીવો રહેલ જયારે મોટાભાગના વોર્ડમાં પુત્રવઘૂની પેનલના ઉમેદવારોનો હાથ ઉંચો જોવા મળતો હતો.

Visit Saurashtra Kranti Homepage here

15 હજારથી વધુ વસતી ધરાવતી દેલવાડા ગ્રામ પંચાયત ગીર સોમનાથ જિલ્લાની સૌથી મોટી પૈકીની એક ગ્રામ પંચાયત છે. આ વખતની ચુંટણીમાં સરપંચ પદ મહિલા અનામત હોવાથી પૂર્વ સરપંચ જીવીબેન બાંભણીયાએ સરપંચ પદ માટે 16 સભ્‍યોની પેનલ સાથે ઉમેદવારી નોંધાવી હતી.

જેની સામે ગત ટર્મમાં સરપંચ પદે રહેલ તેમના સગા પુત્ર વિજય બાંભણિયાએ તેના પત્ની પૂજાબેનને ઉમેદવાર બનાવ્યા છે. આમ, વિઘવા માતાની પેનલ સામે પુત્રએ પત્નીને સરપંચ પદના ઉમેદવાર બનાવી પેનલ બનાવી દેલવાડાના ચૂંટણી જંગમાં ઉતર્યા હોવાથી ચર્ચાસ્પદ અને રસપ્રદ બન્યો હતો.

 મતગણતરીના અંતે તમામ 16 વોર્ડોમાં પુત્રવઘૂની પેનલના ઉમેદવારોનો વિજય થયો હતો. જયારે અંતમાં સરપંચ પદના મતોની ગણતરી હાથ ઘરાયેલ હતી. જેમાં સાસુ જીવીબેનને 2,202 મતો જયારે પુત્રવઘુ પુજાબેનના 3,374 મતો મળયા હતા.

જેથી સાસુ સામે પુત્રવઘુનો 1,172 મતોની જંગી લીડથી ઝળહળતો વિજય થતા સોપો પોડી ગયો હતો. તો બીજી તરફ પ્રચારમાં વિઘવા માતાનો સાથ આપવા માટે બીજો પુત્ર તથા ઉનાના ભાજપના અગ્રણી એવા પૂર્વ ધારાસભ્ય કે.સી. રાઠોડ ખુલ્‍લા સમર્થનમાં આવ્યા હતા.

આમ, ચુંટણી પ્રચારમાં જ સાસુ-વહુ સામ સામે લડતા હોવા ઉપરાંત ભાજપના બે દિગ્‍ગજ નેતા પણ લડી રહ્યાનો ઘાટ સર્જાયો હતો.અત્રે નોંઘનીય છે કે, દેલવાડા ગ્રામ પંચાયતની ચુંટણી અનેક રીતે મહત્‍વ ઘરાવતી હતી.

Read About Weather here

કારણ કે, એક તરફ વિઘવા માતાને હરાવવા માટે ખુદ પ્રદેશ ભાજપ મંત્રીનો અગાઉ હોદો સંભાળી ચુકેલ સગા પુત્ર વિજય બાંભણીયાએ પત્‍ની પુજાબેનને આગળ રાખી મેદાનમાં ઉતરી ઝંપલાવ્‍યુ હતુ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here