બિલ ગેટ્સે કહ્યું તેમના નજીકના મિત્રો ઝડપથી નવા વેરિયન્ટના સંક્રમણની ચપેટમાં આવી રહ્યા છે, તેથી લોકોને સાવધાન રહેવું જરુરી છે. નવા વેરિયન્ટના જોખમને જોતા તેમણે પોતાના હોલિડે પ્લાન પણ કેન્સલ કર્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ અને માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સે ઓમિક્રોન વેરિયન્ટને લઈને ચેતવણી આપી છે. ગેટ્સે સંક્રમણને લઈને સતત એક પછી એક 7 ટ્વિટ કર્યાં હતા. તેમણે એવી સંભાવના વ્યક્ત કરી છે કે દુનિયા મહામારીના સૌથી કપરા સમયમાંથી પસાર થશે.
ગેટ્સે લોકોને માસ્ક પહેરવા, વેક્સિન લગાવવા અને ભીડ ન કરવાની સલાહ આપી છે.તેમણે આગળ કહ્યું કે ઓમિક્રોન વેરિયન્ટને લઈને સતર્ક રહેવું જરુરી છે. બીજા વેરિયન્ટની તુલનામાં ઓમિક્રોન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
ટૂંક સમયમાં ઓમિક્રોન દુનિયાના દરેક દેશમાં પહોંચી જશે. આપણી પાસે હાલ નવા વેરિયન્ટ વિશે વધુ જાણકારી પણ નથી.બિલ ગેટ્સે વધુમાં મહત્વની વાત કહી કે ઓમિક્રોન માનવીને કેટલો બિમાર કરે છે તે પણ ખ્યાલ નથી.
જે તે ડેલ્ટાના મુકાબલે અડધો પણ અસરકારક માનીએ તો ચિંતાનું કારણ છે કેમકે તે ખૂબ જ ઝડપથી ફેલાય છે.બિલ ગેટ્સની ચેતવણી એવા સમયે સામે આવી છે જ્યારે અમેરિકામાં ઓમિક્રોન વેરિયન્ટના નવા કેસ ઝડપથી વધી રહ્યા છે.
અમેરિકામાં એક સપ્તાહમાં કોરોનાના કુલ કેસોમાં 73% નવા દર્દીઓ ઓમિક્રોન વેરિયન્ટના મળી રહ્યા છે. પહેલા આ સંખ્યા 3% હતી. કોઈપણ દેશમાં સંક્રમણની લહેર 3 મહિનાથી પણ ઓછા સમયમાં પૂરી થઈ જાય છે.
Read About Weather here
તેમણે કહ્યું કે દુનિયા હંમેશા આવી નહીં રહે. એક દિવસ મહામારી સમાપ્ત થશે. આપણે એકબીજાની સંભાળ રાખીશું તો તે સમય પણ ટૂંક સમયમાં આવશે.અંતમાં બિલ ગેટ્સે કહ્યું કે આ દરમિયાન એક સારા સમાચાર એ છે કે ઓમિક્રોન ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here