સૌથી મોંઘા તલ્લાક…!

સૌથી મોંઘા તલ્લાક...!
સૌથી મોંઘા તલ્લાક...!
બ્રિટનની હાઈકોર્ટે કિંગને આદેશ આપતા કહ્યું કે તેમણે આ રકમ ડિવોર્સ સેટલમેન્ટ અને બાળકોની સુરક્ષિત ભવિષ્ય માટે ચુકવવાની રહેશે. બ્રિટનના ઈતિહાસમાં આ સૌથી મોંઘા તલ્લાક પૈકીના એક તલ્લાક છે.

Visit Saurashtra Kranti Homepage here

દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ-મકતુમને લંડન હાઈકોર્ટે તેમના ભૂતપુર્વ પત્ની અને બે બાળકો સાથે અટકાયતની લડાઈને ઉકેલવા માટે રૂપિયા 5550 કરોડ એટલે કે 554 મિલિયન પાઉન્ડ આપવા માટે આદેશ કર્યો છે.

રાજકુમારી હયા જોર્ડનના ભૂતપુર્વ રાજા હુસૈનની દીકરી છે.UK હાઈકોર્ટના ન્યાયમૂર્તિ ફિલિપ મૂરે તેમના ચુકાદામાં કહ્યું કે રાજકુમારી હયા અને તેમના બાળકોને આતંકવાદ અથવા તો અપહરણ જેવા જોખમોનો સામનો કરવો પડી શકે છે.

આ સ્થિતિમાં તેમની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા થવી જોઈએ. બ્રિટનમાં તેમની સુરક્ષાને સુનિશ્ચિત કરવાની જરૂર છે.ઇંગ્લેન્ડના વકીલોના જણાવ્યા પ્રમાણે શેખ 554 મિલિયન પાઉન્ડની રકમની ચુકવણી કરશે. આ રકમ પૈકી 251.5 મિલિયન પાઉન્ડ (આશરે રૂપિયા 2500 કરોડ) રાજકુમારી હયાને એક સાથે આપવામાં આવશે.

આ સાથે જ તેમના બન્ને બાળકોના સુરક્ષિત ભવિષ્ય માટે 290 મિલિયન પાઉન્ડ (આશરે રૂપિયા 2900 કરોડ) સિક્યોરિટી સ્વરૂપમાં બેન્કમાં રાખવામાં આવશે. આ ઉપરાંત બાળકો મોટા થાય ત્યારે પ્રત્યેક વર્ષે 11.2 મિલિયન પાઉન્ડ (આશરે રૂપિયા 112 કરોડ) ની રકમ આપવાની રહેશે.

રાજકુમારી હયાએ આ સેટલમેન્ટ માટે 1.4 બિલિયન પાઉન્ડ (આશરે રૂપિયા 14000 કરોડ) માગ્યા હતા.રાજકુમારી હયા શેખ મોહમ્મદની છઠ્ઠી પત્ની છે. આ ઉપરાંત તેના પિતા પર પણ તેણે બંધક બનાવવાનો આરોપ લગાવ્યો હતો.

​​​​​​આશરે સાત કલાકની પૂછપરછ સમયે 47 વર્ષની હયાએ કહ્યું કે હું ખરેખર સ્વતંત્ર થવા માગુ છું અને બાળકો પણ મુક્ત થાય તેમ ઈચ્છું છું. આ આર્થિક સમજૂતી એ બાબત અંગે છે કે જ્યારે હયા એપ્રિલ 2019માં બ્રિટનમાં ભાગીને આવી હતી. બ્રિટન પહોંચ્યા બાદ એક મહિના બાદ હયાએ શેખને છૂટાછેડા આપવા કહ્યું હતું.

તેણે કહ્યું હતું કે શેખ તેને મારી નંખાવવા ઈચ્છતા હતા. ત્યારબાદ લંડનની કોર્ટે ચૂકાદો આપતા કર્યું કે શેખે હયાને ડરાવવા અને ધમકાવવાનું કામ કર્યું છે. તેમણે ઓક્સફોર્ડથી રાજનીતિ, દર્શનશાસ્ત્ર તથા અર્થશાસ્ત્રમાં અભ્યાસ કર્યો છે.

વર્થ 2004માં દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમ સાથે નિકાહ કર્યા. પણ વર્ષ 2019માં અચાનક જ દુબઈ છોડી ઈંગ્લેન્ડ જતી રહી.રાજકુમારી હયા અગાઉ દુબઈ

Read About Weather here

રાજપરિવારની દીકરી પ્રિન્સિસ લતીફા પણ ચર્ચામાં રહી હતી. તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં તેને દુબઈમાં મહિલાઓની સ્થિતિ અંગે આરોપ લગાવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here