હેડ ક્લાર્ક પેપરલીક કાંડમાં સંડોવાયેલ સુર્યા ઓફસેટનાં માલિકનાં રાજકોટમાં પણ ગોરખધંધાનો પર્દાફાશ

હેડ ક્લાર્ક પેપરલીક કાંડમાં સંડોવાયેલ સુર્યા ઓફસેટનાં માલિકનાં રાજકોટમાં પણ ગોરખધંધાનો પર્દાફાશ
હેડ ક્લાર્ક પેપરલીક કાંડમાં સંડોવાયેલ સુર્યા ઓફસેટનાં માલિકનાં રાજકોટમાં પણ ગોરખધંધાનો પર્દાફાશ

સુર્યા ઓફસેટનાં મુદ્રેશ પુરોહિતને ભાજપ અને આરએસએસ સાથે ઘરોબો હોવાનો આક્ષેપ: 48 કલાકમાં માહિતી જાહેર કરવા મ્યુ.કમિશનરને વિપક્ષી નેતાની જોરદાર રજૂઆત

સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવનાર હેડ ક્લાર્ક પેપરલીક કૌભાંડમાં પેપર પ્રગટ કરવા માટે આરોપી તરીકે જેનું નામ ખુલ્યું છે એ વડોદરાનાં સુર્યા ઓફસેટનાં માલિક મુદ્રેશ પુરોહિતને લઈને શહેર કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

એટલું જ નહીં રાજકોટ મનપા દ્વારા ભરતી પ્રક્રિયા માટે નિયત કરવામાં આવેલ ખાનગી એજન્સી બાબતની માહિતી 48 કલાકમાં જાહેર કરવા વિપક્ષનાં નેતા ભાનુબેન સોરાણીએ મ્યુ.કમિશનરને જોરદાર રજૂઆત કરી છે.

શહેર કોંગ્રેસે સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે, ભાજપ અને આરએસએસ સાથે ગાઢ સંબંધો ધરાવતા સુર્યા ઓફસેટનાં માલિકે રાજકોટમાં પણ કળા કરી છે અને અનેક કૌભાંડો આચર્યા છે. જેની અનેક વિગતો તાત્કાલિક જાહેર થવી જોઈએ.

ગત 2011 થી 2019 સુધીમાં ભરતી પ્રક્રિયામાં મનપાનાં ક્યાં અધિકારી સામીલ હતા. તેની વિગતો રજુ કરવા કોંગ્રેસનાં કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે માંગણી કરી છે. કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યો છે કે, લાખો વિદ્યાર્થીઓનાં ભાવિ સાથે ચેડા કરનાર એજન્સીએ જ રાજકોટ મનપાની અનેક પરીક્ષાઓ લીધી છે.

જે તમામ શંકાનાં દાયરામાં આવે છે. કામ કર્યા પછી પાંચ-પાંચ વર્ષ સુધી ભરતી પ્રક્રિયાનાં બિલનાં નાણા પણ નથી લીધા એ બાબત શંકા અને રહસ્યનાં તાણાવાણા સર્જી રહી છે.

કોંગ્રેસે એવો પણ આક્ષેપ કર્યો છે કે, જનરલ બોર્ડમાં પૂછવામાં આવેલ પ્રશ્ને અગાઉનાં કમિશ્નરોએ ભરતી પ્રકિયા કરતી એજન્સી બાબતે સાચી માહિતી આપી જ નથી.ભાનુબેન સોરાણીએ મ્યુ.કમિશનરને વિગતવાર લેખિત રજૂઆત કરી છે

અને અનેક મુદ્દાઓ પર સ્પષ્ટતા કરવા માંગણી કરી છે. અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દા આ પ્રમાણે છે., મનપામાં ભરતી પ્રક્રિયા માટે ખાનગી એજન્સીને ક્યારે નિયત કરવામાં આવી હતી? ખાનગી એજન્સીનું નામ અને સરનામાં જાહેર કરો, એજન્સી માટે ક્યાં દૈનિક વર્તમાન પત્રમાં જાહેરાત આપવામાં આવી હતી?

મનપામાં વિવિધ ભરતી પ્રક્રિયા માટે ટેન્ડર કાઢનાર જવાબદાર અધિકારીનાં નામ અને હોદ્દા જાહેર કરો, સ્થાયી સમિતિ દ્વારા થયેલા ઠરાવ અને એજન્ડાની નકલ આપો, ટેન્ડર પ્રક્રિયામાં કેટલી એજન્સીએ ભાગ લીધો તેની વિગતો આપો,

મનપા સાથેનાં કરારની વિગત અને વર્ક ઓર્ડર જાહેર કરો, 2011 થી 2019 સુધી ભરતી માટે ખાનગી એજન્સી દ્વારા લેવાયેલ પરીક્ષાની તારીખ અને વિગતો આપો, મનપાએ એજન્સીને ચૂકવેલા નાણા અને એજન્સીએ મુકેલા બિલની વિગતો આપો, ઉપર મુજબનાં વર્ષોમાં ભરતી પ્રક્રિયા પાછળનાં

ખર્ચની વિગતો, વાઉચરની નકલો અને એસ્ટીમેટની નકલો આપો, ખાનગી એજન્સી દ્વારા ક્યાં ફોરમેટમાં પરીક્ષાનાં પરિણામ અપાયા છે તેની માહિતી આપો, 2015 થી 2021 સુધીમાં મનપા ની સામાન્ય સભામાં કેટલા કોર્પોરેટરે આ બાબતે પ્રશ્ર્ન પૂછ્યા પ્રશ્ર્ન અને જવાબની નકલો રજુ કરવી,.

ભાનુબેન સોરાણીએ 48 કલાકમાં આ વિગતો માંગી છે અને આક્ષેપ કર્યો છે કે, કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારો આવા કૌભાંડીઓને છાવરે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં પણ જો આવા મસમોટા કૌભાંડો થતા હોય તો વિદ્યાર્થીઓ કોના પર વિશ્ર્વાસ મુકે એ પણ મોટો પ્રશ્ર્ન છે.

Read About Weather here

આવા ભ્રષ્ટ શાસનમાં યુવાનો માટે બેરોજગારી અને બેકારી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. સરકારે આવા કૌભાંડો કરનારા સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ અને તમામ કાર્યવાહી નિષ્પક્ષ અને પવિત્ર રાખવી જોઈએ.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here