બાબુને સરકારી બાબુ દ્વારા છાવરવાનો પ્રયાસ??!

બાબુને સરકારી બાબુ દ્વારા છાવરવાનો પ્રયાસ??!
બાબુને સરકારી બાબુ દ્વારા છાવરવાનો પ્રયાસ??!

બાબુ લાઇમ પ્રાઇવેટ લિમિટેડમાં ગેરકાયદેસર બાંધકામો ખડકાયા!: જાગૃત નાગરિક દ્વારા અરજી કરાતા રૂડાએ જુની તારીખની જ મંજુરી આપી દીધાની ચર્ચા
રાજ્યભરમાં ચુનામાં નામ ધરાવતી બાબુ લાઇમ ગેરકાયદેસર બાંધકામ કરીને કોને ચુનો ચોપડે છે??!

રાજકોટ શહેરમાં અનેક જગ્યાઓએ સરકારી તંત્રની મંજુરી વિના ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવતા હોય છે. અને સરકારી તંત્રનું ધ્યાન પડતા અથવા તો કોઇ જાગૃત નાગરીક દ્વારા તંત્રનું ધ્યાન દોરતા કે અરજી કરતા તે બાંધકામને નોટીસ આપીને ડિમોલીશન પણ કરવામાં આવતું હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે રાજકોટની ભાગોળે આણંદપર નવાગામ વિસ્તારમાં બહુમોટી નામ ધરાવતી અને રાજ્યભરમાં પાર્સલ ચુના પહોંચાડતી બાબુ લાઇમ પ્રાઇવેટ લી. કંપની આવેલી છે. આ કંપનની મોટા વિસ્તારમાં ફેલાયેલી છે.

બાબુ કંપની રાજ્યભરમાં મોટાભાગની પાનની દુકાનોમાં ચુનો આપે છે તે જ રીતે રૂડાના અધીકારીઓને પણ ચુનો ચોપડી દીધા હોવાની ચર્ચાએ જોર પક્ડયું છે. કંપનીમાં પરમીશન વિના ગેરકાયદેસર બાંધકામ બાંધી દેવામાં આવ્યું છે.

આગે તંત્ર દ્વારા હજુ સુધી કોઇ પગલા ન લેવાયા હોય અને બાબુ લાઇમને છાવરવાનો પ્રયાસ કરાતો હોય તેવી લોકોમાં ચર્ચાઓ થઇ રહી છે. આ બિનકાયદેસ બાંધકામ દેખાતા એક જાગૃત નાગરીકે રૂડામાં મામલતદારને અરજી કરી હતી

આ અરજીનો જવાબ અરજદારને બે મહિના સુધી આપવામાં આવ્યો ન હતો અને હાલમાં મામલતદાર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ અરજી મળતા તેને નોટીસ પાઠવાઇ છે. ઉપરાંત મામલતદાર દ્વારા એવુ કહેવાય રહ્યું છે

કે તે લોકોએ મંજુરી જ લઇ લીધી છે પણ સુત્રોમાંથી જાણવા મુજબ બાબુ લાઇમને રૂડા તંત્ર દ્વારા છાવરવામાં આવીને અરજી કર્યા પહેલાની તારીખની મંજુરી આપી દેવાઇ છે. ઉચ્ચ અધિકારીઓએ આ તપાસવું જોઇએ કે કંઇ મંજુરી આપવામાં આવી છે ક્યારે આપી છે

સ્થળ પર જોઇને એકવાર ગેરકાયદેસ બાંધકાનો ખડકલો પણ જોવો જોઇએ અને કાયદેસર છાવરવાને બદલે પગલા લેવા જોઇએ આવી મોટીકંપનીઓ દ્વારા તંત્રને અંધારામાં રાખીને આવા કામો કરવામાં આવતા હોય છે

Read About Weather here

જાણે તેને કોઇ રોકવા ટોકવા વાળુ હોઇ જ નહીં!? પરંતુ નિયમો બધા માટે સરખાજ હોય જ છે તો ઉચ્ચ અધીકારોએ જઇને ખરેખર હકીકત શું છે તેની તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવી જોઇએ.(4.4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here