આજકાલનાં આંગણે 14 ‘લાડકડી’ નો રંગેચંગે લગ્નોત્સવ

આજકાલનાં આંગણે 14 ‘લાડકડી’ નો રંગેચંગે લગ્નોત્સવ
આજકાલનાં આંગણે 14 ‘લાડકડી’ નો રંગેચંગે લગ્નોત્સવ

બગીમાં વરરાજા અને પાલખીમાં દુલ્હન આવ્યા: જાનૈયા, માંડવિયા, મહેમાનો વરઘોડામાં ઝુમી ઉઠયા: દીકરીઓને આશિર્વાદ સાથે દાગીના સહિતની ભેટ

રાજકોટ: આજકાલના આંગણે આત્મીય કોલેજના કેમ્પસમાં રજવાડી ઠાઠ માઠ સાથે શાહી લાડકડીનો લગ્નોત્સવ યોજાય ગયો. જેમાં 14 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડયા અને 7 દીકરીઓને તેના ઘરે કરિયાવર પહોંચાડવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રસંગે બગીઓમાં આવ્યા દુલ્હારાજા પાલખીમાં દુલ્હન આવી હતી. વાજતે-ગાજતે, આતશબાજી અને નાચગાન સાથે વરઘોડો નીકળ્યો હતો. દીકરીઓને ગૃહપયોગી તમામ ચીજ-વસ્તુઓ અપાઈ હતી. ક્ધયાદાનમાં સોનાની બુટી અને ચાંદીના આભૂષણોનું દાન કરાયું હતું.

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ત્યાગવલ્લભસ્વામી,મંત્રી અરવિંદ રૈયાણી, રાઘવજી પટેલ, બ્રીજેશ મેરજા,પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર ડો. પ્રદિપ ડવ, કલેકટર અરૂણ મહેશબાબુ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા સહિત મહાનુભાવોએ નવદંપતિઓને આશિર્વચન પાઠવ્યા હતા.

સમૂહલગ્નના અદ્ભૂત આયોજન બદલ ધનરાજભાઈ, ચંદ્રેશભાઈ, અનિલભાઈ અને કાનાભાઈ બાંટવા પણ શુભેચ્છાનો ધોધ વહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા વીડિયો દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતા.જેમના ઘરમાં બંગડીનો રણકાર અને ઝાંઝરનો ઝણકાર ના હોય એ

આંગણું સુનું લાગતું હોય છે ત્યારે ઈશ્ર્વરની કૃપાથી આજકાલના આંગણે એક નહીં 14 લાડકડી દીકરીઓની ઝાંઝરનો ઝણકાર અને બંગડીનો રણકાર ગૂંજયો હતો. આજકાલ ચેરિટેબલ ટ્રસ્ટના મહાસેવા યજ્ઞના માધ્યમથી 14 દીકરીઓએ નવા સંસારની શરૂઆત કરી છે

જયારે 7 દીકરીઓને લાખેણો કરિયાવર અર્પણ કરી નવજીવન શરૂ કરવાના આશિર્વાદ પાઠવવામાં આવ્યા છે. સમાચારો સાથે આજકાલ દૈનિક દ્રારા અનેક સામાજિક અભિગમ સાથે વિવિધ કાર્યો યોજાય છે,

ત્યારે આ વખતે આજકાલ દૈનિકનો 21 માં વર્ષમાં પ્રવેશ થતાની સાથે જ આજકાલના મોભી ધનરાજભાઇ જેઠાણી, મેનેજિંગ ડિરેકટર ચંદ્રેશભાઈ જેઠાણી, મેનેજિંગ એડિટર અનિલભાઈ જેઠાણી અને ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવાએ વિચાર કર્યો કે, એવું સામાજિક કાર્ય હાથ ધરવામાં આવે કે જેના લીધે પરિવારને હળવાસ મળે જેમાં ખાસ

કરીને કોરોના કાળમાં વિધાતાએ ઘણી દીકરીઓના માતા-પિતા અથવા તો પરિવારના આધારને છીનવી લીધા છે. આવી દીકરીઓનું જો ક્ધયાદાન કરવામાં આવે તો ખરા અર્થમાં એક મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી શકાય બસ આવા જ વિચાર સાથે આજકાલ મેનેજમેન્ટ આ કાર્ય માટે કામે લાગી ગયું હતું.

લાડકડીના લગ્ન ઉત્સવના નામથી લઈ ગઈકાલે યોજાયેલ સમૂહ લગ્ન પ્રસગં સુધી ખુદ આજકાલના મોભી ધનરાજભાઇ જેઠાણી, ચંદ્રેશભાઇ જેઠાણી, અનિલભાઈ જેઠાણી કાનાભાઈ બાંટવા સતત સક્રિય રહ્યા હતા. સામાન્ય રીતે મેનેજમેન્ટના વિચાર પછી ટીમ દોડતી હોય છે.

ત્યારે આ સમૂહલગ્નના પ્રસંગના સ્વપ્નને સારામાં સારી રીતે સાકાર કરી શકાય તે માટે જેઠાણી પરિવાર દ્વારા ટીમને સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું હતું. ત્યારે એક દીકરીના લગ્નનો અવસર પરિવારના આંગણે ધાર્યો હોય છે.

ત્યારે ખુદ દીકરીના પિતા અને પરિવારજનો જાણતા હોય છે કે, આ પ્રસંગને સારી રીતે પાર પાડવા માટે એક સેપટી પીનથી લઈને સોના-ચાંદીના દાગીનાની ખરીદીથી માંડી મહેમાનોની આગતાસ્વાગતા અને ક્ધયાવિદાય સુધીની જવાબદારી કેટલી મહત્વપૂર્ણ હોય છે.

ત્યારે આજકાલ આયોજિત આ જાજરમાન લાડકડીના સમૂહલગ્નમાં એકસાથે 21 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી હતી. ત્યારે પહાડ જેવી આ જવાબદારી નહીં આજકાલ પરિવારે હસતા-હસતા સ્વીકારીને સમૂહલગ્નના આ પ્રસંગને ઐતિહાસિક બનાવી દીધો છે.

લાડકડીના લગ્ન પ્રસંગમાં જરિયાતમંદ પરિવારની દીકરીઓ લગ્નગ્રંથી થી જોડાયાં છે. કોડભરી યુવતીને પોતાના લગ્ન રંગેચંગે અને ધામધૂમથી ઉજવાય તેવા અરમાનો હોય છે.

પરંતુ પરિસ્થિતિને આધીન આવા પરિવારની દીકરીને સાદાઈથી જ લગ્ન કરવા પડતા હોય છે. ત્યારે આજકાલ આયોજિત આ મહાયજ્ઞમાં તમામ 21 દીકરીઓનું સ્વપ્ન પૂર્ણ થયું અને ધામધૂમથી જાજરમાન પ્રસગં ઉજવાયો. શાહી લગ્ન પ્રસંગની જેમ રજવાડી મંડપ, લાલ કલરની આકર્ષક પાલખીમાં ક્ધયાનો મંડપમાં પ્રવેશ,

લાઈવ સંગીતની સુરાવલીઓ વચ્ચે માંધાતા મહેમાનોના આશિર્વાદ અને ગોર મહારાજ દ્વારા શાક્રોકત વિધિ-વિધાન સાથે આ દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડયા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ત્યાગવલ્લભસ્વામી,મંત્રી અરવિંદ રૈયાણી, રાઘવજી પટેલ,

Read About Weather here

બ્રીજેશ મેરજા,પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર ડો. પ્રદિપ ડવ, કલેકટર અરૂણ મહેશબાબુ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા સહિત મહાનુભાવોએ નવદંપતિઓને આશિર્વચન પાઠવ્યા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here