મેલેરીયા ટીમનું સતત ચેકીંગ: ડેન્ગ્યુના 4 સહિત 7 કેસ

મેલેરીયા ટીમનું સતત ચેકીંગ: ડેન્ગ્યુના 4 સહિત 7 કેસ
મેલેરીયા ટીમનું સતત ચેકીંગ: ડેન્ગ્યુના 4 સહિત 7 કેસ

ડોગ બાઇટના ર93 કેસ: શહેરમાં છેલ્લા સપ્તાહમાં શરદી-તાવ-ઉધરસના 400 થી વધુ કેસ નોંધાયા: રોગચાળાના આંકડા જાહેર કરતુ તંત્ર
રાજકોટ, તા.,21
શહેરમાં છેલ્લા 7 દિવસમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનીયાનાં 7 કેસ નોંધાયા છે. જયારે શરદી-ઉધરસ, ઝાડા-ઉલટીના 250થી વધુ તેમજ ડોગ બાઇટના 292 કેસ નોંધાયા.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતી મુજબ તા. 13 થી તા. 19 ડિસેમ્બર સુધીમાં વિવિધ રોગચાળાના નોંધાયેલ કેસની વિગત આ મુજબ છે.
ડેન્ગ્યુના 4 તથા મેલેરિયાના 1 તથા ચિકનગુનિયાના 2 કુલ 7 કેસ નોંધાતા સીઝનના ડેન્ગ્યુના 428, મેલેરિયાના 56 તથા ચિકનગુનિયાના 39 કેસ નોંધાયા છે.

Visit Saurashtra Kranti Homepage here

છેલ્લા અઠવાડીયામાં મ.ન.પા.નાં આરોગ્ય કેન્દ્રોમાં કુતરા કરડવાના 292 કેસ નોંધાયા છે. જે અસામાન્ય કહી શકાય તેમ હોય આ બાબત ચિંતાજનક બની છે.
દરમિયાન અન્ય રોગચાળો પણ યથાવત હોવાનું નોંધાયું છે.

કેમ કે, તા. 13 થી 19 ડિસેમ્બર દરમિયાન શરદી-ઉધરસના કેસ 206 તેમજ સામાન્ય તાવના 156 અને ઝાડા ઉલ્ટીના કેસ 48 સહિત કુલ 411 જેટલા દર્દીઓ નોંધાયા હતા. આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.

Read About Weather here

પોરાનાશક કામગીરી હેઠળ 16,060 ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા 2,663 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા 1057 લોકોને નોટીસ આપી રૂ. 3,650 નો વહીવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here