ઓમિક્રોન: ત્રીજી લહેરનો દ્વાર ખોલતો નવો કોરોના વેરિયન્ટ?

ઓમિક્રોન: ત્રીજી લહેરનો દ્વાર ખોલતો નવો કોરોના વેરિયન્ટ?
ઓમિક્રોન: ત્રીજી લહેરનો દ્વાર ખોલતો નવો કોરોના વેરિયન્ટ?

પાંચ દિવસમાં ઓમિક્રોન વેરિયન્ટનું બેવડી સદી ફટકારવા તરફ પ્રયાણ
ઓમિક્રોન વેરિયન્ટથી બચવા માટે બુસ્ટર ડોઝની જરૂર નથી, કોવીડ ગાઈડલાઈન્સનું પાલન જ એકમાત્ર ઉપાય
ઘાતક ડેલ્ટા વેરિયન્ટ કરતા ત્રણ ગણી ઝડપથી પ્રસરતો ઓમિક્રોન વાયરસ ખતરનાક બનવા લાગ્યો હોવાનું ઠઇંઘનું તારણ

અંતે ભારતમાં પણ છેલ્લા પાંચેક દિવસથી કોરોના વાયરસનાં ઓમિક્રોન વેરિયન્ટનું આગમન થયું અને બેવડી સદી ફટકારવા જઈ રહ્યો છે. ગુજરાતમાં જામનગરથી આરંભ કરીને રાજકોટ, અમદાવાદ સહિતનાં શહેરોમાં પણ કેસ આવી ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

હવે તો શાળાઓમાં બાળકો પણ સંક્રમિત બનવા લાગ્યા છે, ત્યારે તેના વિશે લોકોને ખૂબ ગૂંચવણ ઊભી થઈ છે. અલગ અલગ સ્ટેટમેન્ટ્સ, રોજ બદલાતા અભિપ્રાયો, વિરોધાભાસી વાતો અને બિનજરૂરી આગાહીઓ અને ખૂબ બધો ગભરાટ.

ઓમિક્રોન વિશેની હકીકત જાણવા માટે અધિકૃત અને વિશ્ર્વસનીય કહી શકાય એવા અનેક સ્રોતમાંથી ઠઇંઘ એ બહાર પાડેલી ઓફિસિયલ અપડેટ અને વૈજ્ઞાનિકોના અવલોકનો ગંભીરતા દર્શાવે છે.

ઓમિક્રોન વેરિયન્ટ શરૂ કઈ રીતે થયો ? એવા સવાલનો જવાબ છે કે, 26 નવેમ્બર, 2021ના દિવસે કોરોના વાઈરસના વેરિયન્ટ ઇ.1.1.529 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ઠઇંઘ)એ નટફશિફક્ષિં જ્ઞર ઈજ્ઞક્ષભયક્ષિ’થ જાહેર કરીને નઘળશભજ્ઞિક્ષથ’ નામ આપ્યું.

વળી, વેરિયન્ટ ઓફ ક્ધસર્ન શું કામ કહેવાય છે ? તો વાત એમ છે કે, સાઉથ આફ્રિકાના એલર્ટ વૈજ્ઞાનિકોએ જીનોમિક સિક્વન્સીંગ દ્વારા કોરોના વાઈરસનો એક એવો વેરિયન્ટ એટલે કે મૂળ વાઈરસનો વારસદાર શોધી કાઢ્યો, જેમાં ખૂબ બધા પચાસથી વધારે મ્યુટેશન્સ(ફેરફારો) હતા.

જઅછજ-ઈજ્ઞટ-2 ના અત્યાર સુધીમાં જેટલા વેરિયન્ટ્સ (વારસદાર) છે, એમાં ઓમિક્રોન વેરિયન્ટમાં સૌથી વધારે મ્યુટેશન્સ છે. ખાસ કરીને એમાં 30 થી વધારે મ્યુટેશન્સ તો એના સ્પાઈક પ્રોટીન્સમાં છે, જેની મદદથી વાઈરસ મનુષ્ય શરીરના કોષોમાં એન્ટ્રી મેળવે છે.

મૂળ વાઈરસની રચના કરતા અત્યાર સુધી સૌથી અલગ પડતા એટલે કે મ્યુટેશન્સ ધરાવતા આ વેરીઅન્ટનો સ્વભાવ અને તેની મનુષ્ય પર થતી અસરો અજાણી, અનિશ્ર્ચિત અને અણધારી હોવાથી ઠઇંઘએ તેને વેરિયન્ટ ઓફ ક્ધસર્ન કહી દીધું છે.

કોઈને સવાલ થાય કે ઓમિક્રોન નામ શું કામ આપ્યું ? તો વાત એમ છે કે ઓમિક્રોનએ ગ્રીક આલ્ફાબેટનો પંદરમો અક્ષર છે. અલગ અલગ વેરિયન્ટના નામકરણમાં ઠઇંઘએ અત્યાર સુધી ગ્રીક આલ્ફાબેટના બાર અક્ષરો તો વાપરી નાંખ્યા.

જેમકે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા એ રીતે બારમા અક્ષર મ્યુ સુધી. હવે તકલીફ ત્યાં થઈ કે તેરમો અક્ષર ગી (ન્યુ) છે. એટલે નવા વેરિયન્ટને ગી નામ આપે, તો એ સાથે ગૂંચવણ ઊભી થાય. એટલે એ લીધો નહીં. ચૌદમો અક્ષર ડશ (ઝાઈ કે ઝી) છે.

પણ વેરિયન્ટને એ નામે તો બિલકુલ ન બોલાવાય. કારણ કે એ તો ચીનમાં કેટલા બધા લોકોની અટક છે. એટલે આવા વાદ-વિવાદમાં પડવાને બદલે ઠઇંઘ તેરમો અને ચૌદમો અક્ષર ગળી ગયું અને પંદરમાં લેટર ઓમિક્રોન પરથી વેરિયન્ટને નામ આપી દીધું નઘળશભજ્ઞિક્ષથ’.

લોકો માટે કઈ માહિતી મહત્વની છે ? તો.. કોઈ પણ વેરિયન્ટ માટે પાંચ સવાલો સૌથી મહત્વના છે, જેની સીધી અસર દરેક પર થાય છે.
(1) શું અત્યારે અવેલેબલ ટેસ્ટ્સ (છઝ-ઙઈછઅ, છઅઝ) દ્વારા આ વેરિયન્ટનું ડિટેક્શન થઈ શકે છે ?
જવાબ: હા, બિલકુલ
(2) શું એ વધારે ચેપી છે ? એટલે કે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ઝડપથી ફેલાઈ શકે છે ?
જવાબ: ખબર નથી.
(3) વેકિસન લીધી હોય તો આ વેરિયન્ટ સામે બચી શકાય ?
જવાબ: ખબર નથી, પણ અત્યાર સુધીનો સૌથી ખતરનાક એટલે કે ડેલ્ટા વેરિયન્ટનો અનુભવ એવું કહે છે કે અત્યારની વેકિસન અસરકારક છે. રોગની ગંભીરતા અને રોગથી થતાં મૃત્યુને અટકાવવામાં, વેકિસનનો રોલ સૌથી મુખ્ય રહેશે.
(4) એકવાર કોવીડ થઈ ગયો હોય, તો પણ આ નવો વેરિયન્ટ આપણને સંક્રમિત કરી શકે ?
જવાબ: ખબર નથી.
(5) શું આ વેરિયન્ટથી વધારે ગંભીર કે જીવલેણ બીમારી થશે ?
જવાબ: ખબર નથી.

તો ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને ઉપલબ્ધ અધિકૃત માહિતીઓને આધારે આ પાંચેય સવાલોના જવાબો ઠઇંઘના છે. ખબર કેમ નથી ? કારણ કે અત્યારે ડેટા અવેલેબલ નથી.

અત્યારે ઓમિક્રોન વિશે એટલા માટે વધુ નથી જાણી શકતા, કારણકે આ એનો પ્રારંભિક તબક્કો છે. હજી તો હમણાં જ તેનું ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર આગમન થયું છે. એટલે કે, સૌથી અગત્યના અને મૂલ્યવાન કહી શકાય એવા આ વેરિયન્ટ સંબંધિત ડેટાનો સદંતર અભાવ છે.

હજુ આ વેરિયન્ટ વિશે જાણ થઈ એને એક મહિનો પણ થયો નથી. પરંતુ આવનારા બે થી ત્રણ અઠવાડિયામાં ઓમીક્રોનના વર્તન અને વ્યવહાર વિશે ઘણી વધારે માહિતી મળી જશે. આ વેરિયન્ટ કેટલો ચેપી કે પ્રસારણપાત્ર છે ?

એ જાણવામાં હજુ બે અઠવાડિયા લાગશે. આ વેરિયન્ટની રસી લઇ લેનાર કે અગાઉ ચેપ લાગ્યો હતો એવા લોકો પર કેવી અસર થશે ? એ જાણવામાં હજુ વધારે સમય લાગશે.

ટૂંકમાં, જ્યાં સુધી ડેટા ન આવે, ત્યાં સુધી કોવીડ ગાઈડલાઈન્સનું પાલન કરતા કરતા રાહ જોવાની છે. પણ પ્રામાણિકતાથી કહીએ, તો ઓમિક્રોનના આવવાથી જનજીવન પર શું અને કેટલી અસરો થશે ? એ અત્યારે કોઈ જાણતું નથી.

આ સંજોગોમાં દરેક રાષ્ટ્રએ શું કરવું ? એની સ્પષ્ટ સૂચના ઠઇંઘ એ તમામ રાષ્ટ્રને આપી દીધી છે. આપણે એમાં દખલ કરવાની જરૂર નથી. જો કે રાષ્ટ્ર પાસેથી એટલી અપેક્ષા તો છે જ કે જે ભૂલો અને ખામીઓ ડેલ્ટા વખતે કરી હતી, એનું પુનરાવર્તન તો નહીં જ થાય.

પણ આ સંજોગોમાં નાગરિકોએ શું કરવું જોઈએ ? એ ચોક્કસ આપણા હાથમાં છે. માટે.. નકામી અફવાઓ પર ધ્યાન આપવાને બદલે તમારું માસ્ક સરખું પહેરી રાખો. ન લીધી હોય તો વેકિસન લઈ લો અને સોશિયલ ડિસ્ટસિંગનું પાલન કરો.

તજજ્ઞો એવું કહે છે કે ઓમિક્રોન વેરિયન્ટથી બચવા માટે કોઈ સ્પેશિયલ રોકેટ સાયન્સની જરૂર નથી. જે કોવીડ નિયમોનું પાલન અત્યાર સુધી કરતા આવ્યા છીએ, એ જ ગાઈડલાઈન્સને પૂરી શિસ્ત અને પ્રામાણિકતાથી વળગી રહીએ, તો ય ઘણું છે.

Read About Weather here

છેલ્લે સૌથી મહત્વની વાત એ છે કે, આવનારા થોડા દિવસોમાં આપણી પાસે અધિકૃત માહિતી કે ગ્રાઉન્ડ રિઆલિટી ન પહોંચે ત્યાં સુધી,થઈ શકે, કરી શકે, શક્યતા છે, અનુમાન છે, અભિપ્રાય છે, ડર છે જેવી શબ્દપ્રયોગ ધરાવતી વાતોથી દૂર રહેવું જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here