માલ્યા, નિરવ મોદી, ચોકસી ત્રિપુટી પાસેથી રૂ. 13 હજાર કરોડની વસુલાત

માલ્યા, નિરવ મોદી, ચોકસી ત્રિપુટી પાસેથી રૂ. 13 હજાર કરોડની વસુલાત
માલ્યા, નિરવ મોદી, ચોકસી ત્રિપુટી પાસેથી રૂ. 13 હજાર કરોડની વસુલાત

ત્રણેયની સંપતિ વહેંચીને બેંકોનાં બાકી નાણાં વસુલ કરાયા: લોકસભામાં માહિતી આપતા નાણામંત્રી નિર્મલા સિતારમણ
બેંકોને છેતરનારા ત્રણેય અપરાધી હાલ વિદેશમાં

નાણામંત્રી નિર્મલા સિતારમણે લોકસભામાં એવી માહિતી આપી હતી કે, બેંકોનાં જંગી નાણાં લઈને પરત કર્યા વિના વિદેશ ભાગી ગયેલા વિજય માલ્યા, નિરવ મોદી અને મેહુલ ચોકસી પાસેથી એમની સંપતિનું વેચાણ કરીને રૂ. 13109.17 કરોડ જેટલી રકમની વસુલાત કરવામાં આવી છે

Visit Saurashtra Kranti Homepage here

અને એટલી રકમ બેંકોને પાછી અપાવવામાં આવી છે.ગૃહમાં ગ્રાન્ટની સપ્લીમેન્ટરી ડિમાન્ડ પર ચર્ચા દરમ્યાન નાણામંત્રીએ આ વિગતો આપી હતી. વિપક્ષનાં ભારે ઉહાપોહ વચ્ચે ગ્રાન્ટ માટેની સરકારની માંગણી ગૃહમાં મંજુર કરવામાં આવી હતી.

વર્તમાન નાણાંકીય વર્ષ દરમ્યાન સરકાર વધારાનાં રૂ.3.73 લાખ કરોડની ખર્ચ કરી શકશે.નાણામંત્રીએ વિપક્ષી પ્રશ્ર્નોેનાં જવાબમાં જણાવ્યું હતું કે, એર ઇન્ડિયા પર થનારા વધારે ખર્ચ, ખાતર પરની વધારાની સબસીડી અને નરેગા યોજનાનાં ફંડમાં બજેટ ફાળવવાને કારણે સરકારે વધારાનાં ખર્ચ માટે સંસદમાં મંજૂરી મેળવી છે.

નાણામંત્રીએ જણાવ્યું હતું કે ઈડી પાસેથી મળેલી માહિતી મુજબ ચાલુ વર્ષનાં જુલાઈ સુધીમાં માલ્યાની સંપતિનું વેચાણ કરીને રૂ. 7092 કરોડની વસુલાત કરાઈ છે. આ રીતે આ ત્રિપુટી પાસેથી કુલ રૂ. 13 હજાર કરોડથી વધુ વસુલવામાં આવ્યા છે.

Read About Weather here

સરકાર ખાદ્યતેલ અને અન્ય આવશ્યક ચીજ-વસ્તુઓનાં ભાવ વધારાને રોકવા માટે પણ પગલા લઇ રહી છે. આ માટે મંત્રીઓનું ઉચ્ચ કક્ષાનું જૂથ રચવામાં આવ્યું છે. જ્યાં મુદ્દા પર કાર્ય કરી રહ્યું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here