રાજકોટમાં લાંબા સમય બાદ કોરોનાથી બે મોત

રાજકોટમાં લાંબા સમય બાદ કોરોનાથી બે મોત
રાજકોટમાં લાંબા સમય બાદ કોરોનાથી બે મોત

મોત થયાની આરોગ્ય વિભાગની જાહેરાત: કોરોના અને ઓમિક્રોનનાં બેવડા ભય સામે લોકોને સાવચેત રહેવા અપીલ
સોમવારે નવા પાંચ પોઝિટિવ કેસ નોંધાયા: રાજકોટ અને પોરબંદરનાં બે વૃધ્ધનું ખાનગી હોસ્પિટલમાં મોત
મનપાની સિટી બસ-બીઆરટીએસમાં ક્ધડકટર દ્વારા થશે મુસાફરોનું થર્મલ સ્કેનિંગ: મ્યુ. કમિશનર

રાજકોટ મહાનગરમાં કોરોના મહામારીથી બે વયસ્ક નાગરિકોનાં મોત થયાનું આરોગ્ય ખાતાએ જાહેર કર્યું છે. લાંબા સમયબાદ શહેરમાં કોરોનાથી મોત થયાના કિસ્સા બનતા લોકોમાં ગભરાટ ફેલાયો છે અને આરોગ્યતંત્ર વધુ સતર્ક બન્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

કોરોનાનાં બંને સંક્રમિત દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. ગોકુળ અને ગીરીરાજ હોસ્પિટલમાં બંને દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા હતા. એકની વય 84 વર્ષ હતી. જે પોરબંદરનાં રહેવાસી હતા,

જયારે બીજા દર્દીની ઉમર 70 વર્ષ હોવાનું જાહેર થયું છે, આ દર્દી રાજકોટનાં જ રહેવાસી હતા. આરોગ્યતંત્ર દ્વારા આ પરિવારોમાં અન્ય કોઈને સંક્રમણ છે કે નહીં તેની તપાસ શરૂ કરવામાં આવી છે. ટ્રાવેલ હિસ્ટ્રીની પણ તપાસ કરવામાં આવી રહી છે.

રાજકોટમાં સોમવારે કોરોનાનાં નવા પાંચ કેસ નોંધાયા હતા. શહેરનાં કુલ પોઝીટીવ કેસની સંખ્યા 42944 થઇ ગઈ છે. જયારે અત્યાર સુધીમાં કુલ 42430 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. મંગળવારે બપોર સુધીમાં કોઈ નવો કેસ નોંધાયો નથી.

રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ 15 લાખ 19 હજારથી વધુ લોકોનું કોરોના ટેસ્ટીંગ કરી લેવામાં આવ્યું છે. રાજકોટ મનપાનાં હોદ્દેદારો અને પદાધિકારીઓએ કોરોના તથા ઓમિક્રોનનાં બેવડા ભયને ધ્યાનમાં રાખીને લોકોને વધુ સતર્ક રહેવા અને કોરોના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરતા રહેવા

Read About Weather here

અપીલ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર તંત્ર દ્વારા પણ લોકોને ભીડભાડ ટાળવા, માસ્ક પહેરીને ઘરની બહાર નીકળવા તેમજ સામાજીક અંતર જાળવવા અપીલ કરવામાં આવી છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here