નાનાભાઈએ મોટાભાઈને 71 મતે હરાવ્યા…!

નાનાભાઈએ મોટાભાઈને 71 મતે હરાવ્યા...!
નાનાભાઈએ મોટાભાઈને 71 મતે હરાવ્યા...!
આમ તો પાર્ટીના સિમ્બોલ પર ગ્રામપંચાયતની ચૂંટણીઓ નથી લડાતી, પરંતુ ચૂંટણીનાં પરિણામો બાદ રાજકીય પક્ષોને પણ ક્યાં કેટલું સમર્થન મળ્યું એનો ખ્યાલ આવી જશે. ભાવનગરમાં મતગણતરી સ્થળે તંત્રએ મીડિયાને પ્રવેશવાની ના પાડતાં હોબાળો થયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

રાજ્યની 8684 ગ્રામપંચાયત માટે યોજાયેલી ચૂંટણી બાદ આજે ફેંસલાનો દિવસ છે. રાજ્યના તાલુકા મથકો પર મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રાજ્યમાં સરપંચપદના 27,200 અને સભ્યપદના 1,19,998 ઉમેદવારોનાં ભાવિનો ફેંસલો ગણતરીના કલાકોમાં જ થઈ જશે.

જ્યારે ગણતરી શરૂ કરવાનો નવ વાગ્યાનો સમય હોવા છતાં મતગણતરી શરૂ ન થતાં ઉમેદવારો અને ટેકેદારોમાં રોષ જોવા મળ્યો હતો. વિવિધ મતગણતરી કેન્દ્રો પર મત પેટીઓ ખોલી સરપંચ અને સભ્યોની અલગ-અલગ થપ્પીઓ કરવાની કામગારી શરૂ કરવામાં આવી છે.

વલસાડ જિલ્લામાં 19 નવેમ્બરે યોજાયેલી 302 ગ્રામપંચાયતની ચૂંટણીમાં 79.49 ટકા મતદાન થયુ હતું. જિલ્લામાં 300 સરપંચ પદ માટે 815 ઉમેદવાર અને 2150 વોર્ડ સભ્યની બેઠક માટે 5200 ઉમેદવારે ઝંપલાવ્યું છે.

જેમના ભાવિનો આજે ફેસલો થશે. ચુસ્ત પોલિસ બંધોબસ્ત વચ્ચે મતગણતરી સવારે નવ વાગ્યે શરૂ કરવામાં આવી છે.પાટણ જિલ્લાના ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ 2 લાખ 85 હજાર 704 મતદારો પૈકી 2 લાખ 32 હજાર 248 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા કુલ 81.90 ટકા મતદાન થયું હતું.

જેમાં સરપંચની 152 બેઠકના 463 ઉમેદવાર અને 422 વોર્ડ બેઠકના 968 ઉમેદવારના ભાવિનો આજે ફેસલો થશે. આજે દરેક તાલુકા મથક પર સવારે 9:00 વાગે મતગણતરીનો પ્રારંભ થયો હતો. આમ સવારથી જ મત ગણતરી સ્થળ પર ઉમેદવારો અને ટેકેદારો સહિત સભ્યો મોટી સંખ્યા આવી રહ્યા છે.

Read About Weather here

મતગણતરી સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 450 કર્મચારીઓ મતગણતરી પ્રક્રિયામાં જોડાયા છે. સૌ પ્રથમ મત પેટીમાંથી સરપંચ અને વોર્ડના ઉમેદવારના ગુલાબી અને સફેદ મતપત્ર અલગ કરવામાં આવી હતી. ત્યારબાદ બંનેની જુદી જુદી ગણતરી કરવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here