2 વર્ષના દીકરાનું 30 સેકેંડમા મોત…!

2 વર્ષના દીકરાનું 30 સેકેંડમા મોત…!
2 વર્ષના દીકરાનું 30 સેકેંડમા મોત…!
અહીં માતાએ પોતાના બે વર્ષના સંતાનને સૂતા પહેલા દૂધની બોટલની જગ્યાએ કેળું પકડાવી દીધું હતું. ત્યારબાદ તે 30 સેકંડ બાદ પરત આવી તો તેના દીકરાનું મોત થઈ ચૂક્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

નોર્થ વેલ્સ લાઈવ ન્યૂઝના રિપોર્ટ મુજબ યુનાઈટેડ કિંગડમના વેલ્સની રહેવાસી ડેનિયલ બટરલીએ ડાયલ જોન જેમ્સ ગ્રીગ નામના પોતાના બાળકને સૂતા પહેલા ભૂલથી દૂધની બોટલની જગ્યાએ કેળું આપી દીધું હતું. એક માતાની નાનકડી બેદરકારીના કારણે બે વર્ષના દીકરાનું માત્ર 30 સેકંડમાં દર્દનાક મોત થઈ ગયું.

આ ઘટના યુનાઈટેડ કિંગડમ (UK)ના વેલ્સમાં બની હતી.  ત્યારબાદ તે કોઈ કામથી રૂમ બહાર જતી રહી હતી. માત્ર અરધી મિનિટ (30 સેકંડ)માં જ પરત રૂમમાં આવી ગઈ પરંતુ ત્યાં જે થયું તેને જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ.

Read About Weather here

ડેનિયલ બટરલીએ જણાવ્યું કે 30 સેકંડ બાદ જ્યારે તે રૂમમાં આવી ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું પરત આવીને તેણે જોયું કે તેના બાળકના ગળામાં તે કેળું અટકી ગયું હતું. આ કારણે તે શ્વાસ ન લઈ શક્યું. એ જોઈને તેના હોશ ઊડી ગયા અને તાત્કાલિક તેણે 999 નંબર પર કોલ કરીને મદદ માગી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here