રાજકોટ જિલ્લામાં 403 ગ્રામપંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 75 ટકા મતદાન

રાજકોટ જિલ્લામાં 403 ગ્રામપંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 75 ટકા મતદાન
રાજકોટ જિલ્લામાં 403 ગ્રામપંચાયતોની ચૂંટણીમાં સરેરાશ 75 ટકા મતદાન

બપોર બાદ મતદાનમાં વેગ આવ્યો, જસદણ, વિંછીયા તાલુકામાં સૌથી વધુ મતદાન થયું: કોઇ બુથ પર ફેર મતદાનની માંગણી ન કરાઇ, આવતીકાલે તાલુકા સ્તરે હાથ ધરાશે મતગણતરી

રવિવાર રાજકોટ જિલ્લામાં 403 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સવારથી મતદાનની ફરજ અદા કરવા માટે બુથ પર મતદારોની કતારો લાગી હતી. ખેતીની સિઝન હોવાથી ઓછુ મતદાન થશે તેવી ધારણાઓ ખોટી પડી છે.

Visit Saurashtra Kranti Homepage here

ગ્રામ્ય મતદારોએ મતદાનની ફરજ પ્રત્યે જાગૃતિ બતાવી છે. રાજકોટ જિલ્લામાં સરેરાશ 75 થી 80 ટકા સુધીનું મતદાન થયું છે મંગળવારે તાલુકા મથકોએ મતગણતરી હાથ ધરવામાં આવશે.

રાજકોટ જિલ્લાની 403 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 965 બુથ ઉભા કરવામાં આવ્યા હતા. સવારે સાત વાગ્યાથી મતદાનનો આરંભ થયો હતો. પ્રારંભમાં ધીમુ મતદાન રહયા બાદ બપોરે મતદાનમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ઈવીએમથી નહિ પણ મત પેટીઓ મારફત મતદાન થયુ હતુ. વિંછીયા અને જસદણ જેવા પછાત વિસ્તારોનાં મતદારોએ સૌથી વધુ જાગૃતિ જોવા મળી હતી. આ બંને જિલ્લામાં વીરપુરના મતદારને માર માર્યાની ઘટનાને બાદ કરતા એકંદરે

કોઈ બુથ પર ફેર મતદાનની માંગણી ન કરાઈ, મંગળવારે તાલુકા સ્તરે હાથ ધરાશે મતગણતરી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ થયું હોવાનું જિલ્લા વહીવટી તંત્રનાં ઉચ્ચ તાલુકાઓમાં 80 થી 85 ટકા જેટલુ ભારે મતદાન થયું છે.

જયારે ધોરાજીમાં ઓછુ મતદાન થયુ હતુ. રાજકોટ તાલુકામાં સૌથી વધુ 67 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. જિલ્લામાં કોઈ પણ બુથ પર ફેર મતદાનની માંગણી કરવામાં આવી નથી. અધિકારીઓએ જણાંવ્યુ હતુ.

રાજકોટ જિલ્લામાં 87 અતિ સંવેદનશીલ મતદાન મથકો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગ્રામ પંચાયતોની ચૂંટણીની વ્યવસ્થામાં આશરે 5500 કર્મચારીઓનો સ્ટાફ રોકાયો હતો.

સાંજે છ વાગ્યે મતદાન બાદ મતપેટીઓ તાલુકા સ્તરનાં સ્ટ્રોગ રુમમાં ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે લાવવામાં આવી હતી. મંગળવારે મતગણતરી હાથ ધરવામાં આવશે. સાંજના પાંચ વાગ્યા સુધીમાં જ જિલ્લામાં સરેરાશ 72 ટકા મતદાન નોંધાયુ હતુ

Read About Weather here

જયારે છેલ્લી એક કલાકમાં 10 થી 15 ટકા મતદાન થતા સરેરાશ 80 થી 85 ટકા મતદાન થયું હતુ. મતદારોને ઘરેથી મતદાન મથક સુધી લાવવા છેલ્લી ઘડી સુધી ઉમેદવારોએ વાહનો દોડાવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here