જમ્મુ અને કાશ્મીરમાં અંધારપટ્ટ, લશ્કર બોલાવાયું

જમ્મુ અને કાશ્મીરમાં અંધારપટ્ટ, લશ્કર બોલાવાયું
જમ્મુ અને કાશ્મીરમાં અંધારપટ્ટ, લશ્કર બોલાવાયું

વીજ કર્મચારીઓની હડતાલને કારણે વીજ પુરવઠો સદંતર ઠપ્પ: વીજ ઉત્પાદન ચાલુ રાખવા લશ્કરની મદદ લેતું તંત્ર

જમ્મુ અને કાશ્મીરમાં અંધારપટ્ટ છવાય ગયો છે. રાજ્યનાં ઉર્જા વિભાગનાં હજારો કર્મચારીઓ બે મુદ્દ્તીય હડતાલ પર ઉતરી જતા રાજ્યભરમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. પરિણામે લશ્કરની મદદ લેવામાં આવી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

બનીહાલ અને અન્ય મહત્વનાં ઉર્જા મથકો પર લશ્કરનાં ઈજનેરોએ કામગીરી સાંભળી લીધી છે અને વીજ પુરવઠો પૂર્વરથ કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જમ્મુ અને કાશ્મીરનાં ઉર્જા વિભાગને દેશનાં પાવરગ્રીન કોર્પોરેશન સાથે ભેળવી દેવાનાં અને રાજ્યનાં વીજ વિભાગની સંપતિ ખાનગી કંપનીઓને સોંપી દેવાના નિર્ણય સામે રાજ્યનાં 20 હજારથી વધુ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા છે.

આથી સમગ્ર ખીણ વિસ્તાર અને જમ્મુમાં અંધકાર છવાઈ ગયો છે. શુક્રવાર રાતથી હડતાલ ચાલુ છે. કર્મચારીઓએ વેતન વધારવાની પણ માંગણી કરી છે.આકરો શિયાળો હોય ત્યારે આમ પણ કાશ્મીરમાં માંગ અને પુરવઠા વચ્ચે મોટી ખાઈ સર્જાતી હોવાથી મોટાભાગે વીજ પુરવઠો ઠપ્પ રહે છે.

વીજ કર્મચારીઓએ રાજ્યભરમાં ઉગ્ર દેખાવો કર્યા હતા. વીજ વિભાગનો એકેએક કર્મચારી હડતાલ પર છે. કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે, વર્ષોની મહેનતથી રાજ્યનાં વીજ વિભાગની શક્તિઓ ઉભી કરવામાં આવી છે.

કેન્દ્રનો વહીવટીતંત્ર વીજ વિભાગની તમામ મિલકતો, ખાનગી કંપનીઓને વહેચી મારવા માંગે છે. એટલું જ નહીં રાજ્યનો 50 ટકા વીજ માળખું પાવરગ્રીન નિગમને આપી દેવા માંગે છે.

Read About Weather here

જે રાજ્યની પ્રજાનાં હિતમાં નથી. તેમ વીજ કર્મચારી સંઘનાં મહામંત્રી સચિન ટીકુએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, અમે લોકોની અને લોકો માટેની લડાય લડી રહ્યા છીએ. જો વીજ ક્ષેત્ર અમારી પાસે નહીં રહે તો અમારી પાસે કશું બચશે નહીં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here