અમદાવાદમાં સગીર વાહન ચાલકો સામે કડક ઝુંબેશ

અમદાવાદમાં સગીર વાહન ચાલકો સામે કડક ઝુંબેશ
અમદાવાદમાં સગીર વાહન ચાલકો સામે કડક ઝુંબેશ

આજથી શહેરભરમાં તમામ શાળા-કોલેજો પાસે ટ્રાફિક ડ્રાઈવ: જો સગીર વાહન ચલાવતો પકડાય તો માતા-પિતા સામે કડક કાર્યવાહી

અમદાવાદ શહેર મહાનગરમાં સગીરો દ્વારા વાહનો ચલાવવાના વધતા જતા વલણ અને તેના કારણે સર્જાય રહેલી ટ્રાફિક સમસ્યાઓને ભરી પીવા માટે અંગે તંત્ર દ્વારા લાલઆંખ કરવામાં આવી છે અને આજથી જ સમગ્ર મહાનગરમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સઘન ટ્રાફિક ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

શહેરભરની તમામ શાળા-કોલેજો સામે ખડકાતા વાહનો સામે પોલીસ અને આરટીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સગીર વયનાં વાહન ચાલકો ટ્રાફિક પોલીસ અને આરટીઓ માટે માથાનો દુ:ખાવો બની રહી છે.

પરિણામે અવારનવાર ગંભીર અકસ્માતો સર્જાતા રહે છે. કાર અને ટુ-વ્હીલર લઈને નીકળી પડતા સગીર વાહન ચાલકો વારંવાર અકસ્માતો સર્જી રાહદારીઓ અને અન્ય વાહન ચાલકો માટે ગંભીર સમસ્યાઓ ઉભી કરી રહ્યા છે.

સગીર વયનાં વાહન ચાલકોની સમસ્યા અંગે શહેરભરમાંથી સેંકડો ફરિયાદો ઉઠવા પામી છે. આથી સરકારનું પણ ધ્યાન ખેંચાયું છે અને રાજ્ય સરકારનાં અને ખાસ કરીને ગૃહ ખાતાનાં આદેશ બાદ આજથી ટ્રાફિક ઝુંબેશનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

શહેરભરની તમામ શાળા-કોલેજો પાસે આડેધડ ગોઠવાતા બાઈક અને અન્ય ટુ-વ્હીલર તથા કારનાં ગેરકાયદે જમાવડા સામે કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. શહેરની ટ્રાફિક પોલીસ અને આરટીઓની ટુકડીઓ કાર્યવાહીમાં જોડાઈ છે.

પોલીસ અને આરટીઓ દ્વારા સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે, જો કોઈપણ સગીર વાહન ચાલવતા પકડાશે તો તેના માતા-પિતા સામે કાનૂની રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે અને એવા તમામ વાહનો પણડીટેઈન કરી લેવામાં આવશે.

એટલે પોતાના સગીર વયનાં સંતાનોને વાહનો ચલાવવા ન દેવા વાલીઓને પણ ચેતવણી આપવામાં આવી છે. રાજકોટ સહિતનાં વિકસતા જતા મહાનગરોમાં પણ આવી સમસ્યાઓ જોવા મળી રહી છે.

સગીર વયનાં તરૂણ અને તરુણીઓ ઘણીવખત ટુ-વ્હીલર તથા ફોર વ્હીલર લઈને નીકળી પડતા હોય છે અને ટ્રાફિક માટે સિરદર્દ બની જાય છે. રાહદારીઓ અને અન્ય વાહન ચાલકો માટે પણ આવા સગીર ડ્રાઈવરો ખતરાની ઘંટડી બની ગઈ છે.

Read About Weather here

રાજકોટ જેવા શહેરોમાં પણ ટ્રાફિક પોલીસ આ પ્રકારની ઝુંબેશ ઉપાડે એ હવે જરૂરી બન્યું છે. તેવી લોકોની લાગણી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here