બાળકનો ગૃહત્યાગ…!

બાળકનો ગૃહત્યાગ…!
બાળકનો ગૃહત્યાગ…!
બાળકના સ્કૂલ-સંચાલક અને પરિવારજનો સાથે વીડિયો-કોલ પર વાત કરાવતાં તે 9મીએ ગુમ થયાનું જાણવા મળ્યું હતું, જે બાદ બાળકને તેનાં પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

“મમ્મી-પાપા, ભૈયા ઔર દીદી આપ મુઝે ફ્રી ફાયર ગેમ ખેલને નહીં દે રહે હો, ઇસલિયે મૈં ઘર સે એક હજાર રૂપિયા લેકર ઘર છોડકર જા રહા હૂ… “9 ડિસેમ્બરે વાપીના ડુંગરા ખાતે રહેતો અભિષેક ભગવાન યાદવ (ઉં.વ.14) સ્કૂલ-બેગમાં આ લખી ઘરથી ભાગી છૂટ્યો હતો,

જે ગુરુવારે રાજસ્થાનના રાની રેલવે સ્ટેશને લોકોથી ટ્રેન અંગે પૂછપરછ કરતા દેખાયો હતો. જેથી સ્ટેશનના પોઇન્ટ મેન કિશનારામે તેને બોલાવી પૂછપરછ કરતાં તે વાપીમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું.

બાળકના પિતા ભગવાન યાદવએ જણાવ્યું કે, તેમનો પુત્ર અભિષેક 9 ડિસેમ્બરે સ્કૂલમાં અભ્યાસ કરવા નીકળ્યો હતો. જોકે મોડે સુધી પરત ન આવતા તેની શોધખોળમાં બેગ સ્કૂલથી મળ્યા બાદ અંદરથી લેટર મળ્યો હતો.

Read About Weather here

લોકડાઉન બાદ ઓનલાઇન અભ્યાસ કરતા કરતા અભિષેકને ગેમ રમવાની ટેવ પડતા ઘણીવાર મોબાઇલમાંથી ગેમ ડિલિટ કરી દેવા છતા તે માનતો ન હતો અને ગેમ ફરીથી ઇન્સ્ટોલ કરી રમવાથી ગુમસૂમ- સાઇકોની જેમ થઇ ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here