સૌરાષ્ટ્ર અને ગુજરાત શીતલહેરમાં ઠુંઠવાયા

સૌરાષ્ટ્ર અને ગુજરાત શીતલહેરમાં ઠુંઠવાયા
સૌરાષ્ટ્ર અને ગુજરાત શીતલહેરમાં ઠુંઠવાયા

નલિયામાં 3.8, ભુજમાં 9 અને રાજકોટમાં 10.3 ડિગ્રી ઠંડીથી બોકાસો: જામનગર, અમરેલીમાં પણ લઘુતમ તાપમાન 10 ડિગ્રી થતા કોલ્ડવેવ
સૌરાષ્ટ્રનાં અનેક શહેરોમાં ઝડપથી ગગડી જતો તાપમાનનો પારો: લોકો તાપણા કરી ઠંડી ભગાડવા પ્રયત્નશીલ, સમી સાંજે રસ્તાઓ સુમસામ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો સડસડાટ નીચેઉતરી જતા શીતલહેર ફરી વળી છે અને જનજીવન રીતસર ઠુંઠવાઈ ગયું છે.

Visit Saurashtra Kranti Homepage here

સૌથી વધુ ઠંડા શહેરો બનેલા કચ્છનાં નલિયામાં નિમ્નતમ તાપમાન માત્ર 3.8, ભુજમાં 9 ડિગ્રી, જામનગર અને કંડલામાં 10, અમરેલીમાં 10, રાજકોટમાં 10.3, જેવું તાપમાન નોંધાતા કાતિલ ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા હતા.

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પણ ઠંડીનો પ્રકોપ એકાએક વધી જતા જનજીવન સ્થગિત થઇ જવા પામ્યું છે. શહેરોની ગલ્લીઓ અને માર્ગો પર તથા ગામડાઓનાં ચોરે લોકો તાપણા સળગાવીને ટાઢાસૂરથી બચવાનો વ્યાયામ કરી રહ્યા છે. વાહન વ્યવહાર પણ સ્થગિત થઇ ગયો છે.

આજે સવારથી સૌરાષ્ટ્ર કચ્છ સહિત રાજ્યભરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ચારેતરફ બર્ફીલું વાતાવરણ જામી ગયું છે. નલિયામાં ઠંડીએ સીઝનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. માત્ર 3.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને નલિયા ઠરીને ઠીકરું થઇ ગયું છે.

અન્ય શહેરોમાં પણ શીતલહેર ફરી વળી છે. આજે ભુજમાં 9 ડિગ્રી, જામનગર અને કંડલામાં 10, રાજકોટમાં 10.3, જૂનાગઢ અને પોરબંદરમાં 11, ભાવનગરમાં 14.8 તાપમાન નોંધાયું હતું.

છેલ્લા 24 કલાકમાં જ લઘુતમ તાપમાન 2 ડિગ્રી ઘટી જતા હાડ થીજાવતી ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા છે. કડકડતી ઠંડીમાં લોકો વહેલા-વહેલા ઘરમાં ભરાઈ જાય છે.

ભારે ઠંડીને કારણે વહેલી સવારે જોગીંગ કરવા નીકળતા લોકોની સંખ્યા પણ ઘટી છે. ઠેર-ઠેર તાપણા દેખાઈ રહ્યા છે. લગભગ આખો દિવસ લોકો ઉનની શાલ, સ્વેટર, ટોપી, મફલર ધારણ કરીને શરીરને ગરમ રાખવાના પ્રયાસો કરી રહ્યા છે.

સાંજે રસ્તા સુનકાર થઇ જાય છે. કેમકે વાહનોની સંખ્યા પણ ખૂબ ઘટી ગયેલી દેખાઈ છે.દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ગુલાબી ઠંડી જોવા મળી રહી છે. દ્વારકામાં લઘુતમ તાપમાન 15.3, વેરાવળમાં 15.9, દીવમાં 14.2, ઓખામાં 20.2, પોરબંદરમાં 11.4 અને સુરતમાં 16.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

Read About Weather here

વડોદરામાં 16 ડિગ્રી, અમદાવાદમાં 14.1 અને દમણમાં 18.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં વરતારા મુજબ તાપમાન હજુ ઘટશે. આજે દિવસભર પવનની ગતિ પ્રતિકલાક 3 થી 5 કિ.મી. રહી હતી. ઠંડા પવનથી વાતાવરણ વધુ ટાઢુંક્લુ થઇ ગયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here